ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે 1 સપ્ટેમ્બર, 2025ના રોજ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અઈંઈઈના નેશનલ કોઓર્ડિનેટર કે.કે. શાસ્ત્રીજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયાના ચેરમેન ભૂમન ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ બેઠકમાં કોંગ્રેસ દ્વારા ચાલી રહેલા ’વોટ ચોર’ અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જે માનનીય રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને બિહારમાં તેની રેલીઓ યોજાઈ રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા દ્વારા પણ આ અભિયાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં જણાવવામાં આવ્યું કે આગામી દિવસોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટ દરેક જિલ્લા, શહેર અને તાલુકામાં આ અભિયાન અંગે માહિતી આપશે. આ મિટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઈસ ચેરમેન હેમલભાઈ પેશીવાડિયા, મહામંત્રી પ્રતિમાબેન વ્યાસ અને રાજકોટ શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખ જીજ્ઞેશ વાગડિયા સહિત શહેરના અનેક અગ્રણી નેતાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.
- Advertisement -