ચલણી નોટ બદલવાની ના પાડતા ફરિયાદીએ કેસ કર્યો: છઇઈંના નિયમ મુજબ બેન્ક સિક્કાઓ અને નોટો બદલાવી આપવા માટે જવાબદાર
રાજકોટમાં વકિલાતનો વ્યવસાય કરતા હુસૈનભાઈ અબ્બાઝભાઈ ભારમલ તા. 20 ઓગસ્ટના રોજ રોજ યાજ્ઞિક રોડ પર આવેલી એચડીએફસી બેન્કમાં રકમ 2100 રીપ્લેસમેન્ટ કરવા માટે કેશિયર સમક્ષ નોટો રજુ કરેલી હતી. ત્યારબાદ કેશિયર તરત આ નોટસ ચાલશે નહી તેમ કહીને પરત આપી દીધી. જે અંતર્ગત ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધવામાં આવી છે.
- Advertisement -
વિગત મુજબ ફરીયાદી બેન્કમાં 20 ઓગસ્ટના 2 હજારની નોટ રીપ્લેસમેન્ટ કરવા માટે અરજી કરેલી હતી. તેમજ 100ની નોટ રીપ્લેસમેન્ટ કરવા માટે રજુ કરી હતી. જે કુલ રકમ 2100 રૂપિયાની બે નોટસ કેશીયર દ્વારા ચકાસીને પરત આપવામાં આવી અને અમો સ્વીકારી શકીએ નહીં તેવું કહ્યું હતું. આ રીતે બે નોટસ સ્વીકારવાની ના પાડતા ત્યા હાજર બાંચ મેનેજર જીગર જોશીનો સંપર્ક સાધ્યો હતો. ત્યારે તેઓને પ્રથમ નોટ રીપ્લેશમેન્ટ કરવા અંગે વિનંતી કરતા જણાવેલ એવી કોઈ આરબીઆઈ જોગવાઈ નથી અને આ નોટસ રીપ્લેશમેન્ટ થશે નહી. તેમ જણાવતા ફરીયાદી દારા આરબીઆઈ ગાઈડલાઈન્સ દેખાડતા તરત મેજેનર જીગર જોષી ઉશ્કેરાઈ જઈને ફરીયાદીને અપમાનીત કરી સિકયુરીટી ગાર્ડસ બોલાવીને બળજબરી પૂર્વક બહાર કાઢ્યા હતા. જે અંગે ફરીયાદીએ રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા, સરક્યુલર મુજબ ગ્રાહક પાસેથી સીક્કાઓ તથા ચલણી નોટો એકસ્ચેન્જ કરવા માટે જવાબદાર છે અને બદલી પાત્ર સીક્કાઓ તથા નોટસ સ્વીકારવાની ના પાડી શકે નહીં જેના આધારે ગ્રાહક સુરક્ષા ફોરમ દ્વારા ફરિયાદ નોંધી મેનેજર તથા જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવી હતી. ઉપરોકત કામમાં ફરીયાદી હુસૈનભાઈ અબ્બાઝભાઈ ભારમલ વતી રાજકોટના જાણીતા બાલાજી એસો.ના એડવોકેટ મિહીર પી. દાવડા, સહદેવ દુધાગરા, વિવેક ખુંટ, સહિતના રોકાયેલા હતા.