TRP હત્યાકાંડ મામલે શાસકો, SITના કૂણાં વલણ સામે જનતામાં પ્રચંડ આક્રોશ
રાજકોટ પરાણે ખુલ્લું રખાવવાના ભાજપ, પોલીસના પ્રયાસો વિફળ
- Advertisement -
સજ્જડ બંધનો સ્પષ્ટ સંકેત: પ્રજાનો રોષ જો ભાજપ પારખી નહીં શકે અને પાપીઓને સજા નહીં થાય તો ભાજપે આકરાં પરિણામો ભોગવવા પડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
રાજકોટમાં 25મી મેના રોજ TRPગેમઝોનમાં લાગેલી આગમાં 28 જિંદગીઓ આગમાં ભડથુ થઈ ગઈ હતી. ગુજરાતના સૌથી મોટા દર્દનાક અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે શહેરમાં 12 વાગ્યા સુધીના બંધનું એલાન અપાયુ છે. વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધનું સમર્થન કર્યુ છે. વહેલી સવારથી ટ્રાફિકથી ધમધમતી રાજકોટની અનેક બજારોમાં આજે સન્નાટો જોવા મળ્યો હતો.
- Advertisement -
TRP હત્યાકાંડ મામલે રાજ્ય સરકારે જે પ્રકારે પદાધિકારીઓને બચાવ્યાં છે, પાપી રાજકારણીઓના નામ ખૂલવા દીધાં નથી- એ બાબતે પ્રજામાં પ્રચંડ રોષ પ્રવર્તી રહ્યો છે અને આ ગુસ્સાને પારખી ન શકે તો ભાજપને આકરાં પરિણામો ભોગવવા પડશે- તેવો આ બંધનો સ્પષ્ટ સંકેત છે. જઈંઝ અને વિવિધ તપાસોના નામે જનતાને જે પ્રકારે મુર્ખ બનાવાઈ છે- તેનો ભાંડાફોડ થઈ ચૂક્યો છે. સરકાર ભાજપના રાજકારણીઓને બચાવવા માગે છે તેવી માન્યતા પ્રજામાં દૃઢ થઈ ગઈ છે. ઝઙઘ સાગઠિયાને ગેમઝોનનું ડીમોલિશન કરતા કોણે અટકાવ્યા એ બાબતે સરકાર ધરાહાર ફોડ પાડી રહી નથી.
આ બધી બાબતોની સ્પષ્ટ અસર આજના બંધમાં જોવા મળી હતી. રાજકોટના ગોજારા અગ્નિકાંડની આજે એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન અપાયુ છે. બંધના પગલે શહેરના ધર્મેન્દ્ર રોડ પરાબજાર, લાખાજીરાજ, યાજ્ઞિક રોડ સજ્જડ બંધ રહ્યા હતા. 12 વાગ્યા સુધી વેપારીઓ બંધમાં જોડાયા. લોકોમાં પણ આ અગ્નિકાંડની ઘટના બાદ ભારે રોષ જોવા મળી રહ્યો છે. બજારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે દુકાનો ખુલ્લી છે ત્યા કોંગ્રેસના કાર્યકર્તાઓ વિનંતિ કરી બંધ કરાવી રહ્યા છે. બંધને કારણે આજે આ તમામ વિસ્તારો શાંત ભાસી રહ્યા છે. સામાન્ય દિવસોમાં ખચાખચ ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારો આજે તદ્દન ખાલીખમ જણાયા હતા. કોંગ્રેસના બંધના એલાનને પગલે વેપારીઓ તેમના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. કોંગ્રેસના 12 વાગ્યા સુધીના બંધને વેપારીઓએ સમર્થન આપ્યુ છે અને દુકાનો બંધ રાખી છે. શહેરની મોટાભાગની મોટી-મોટી માર્કેટ સજ્જડ બંધ રહી છે.
આજે રાજકોટ શહેરને ખાનગી સ્કૂલો કોલેજો, વકીલ એ સોશિયલ, રાજકોટ ટી એસોસિએશન, રાજકોટ ચેમ્બર કોમર્સ, હોટલ એસોસિએશન, રિક્ષા એસોસિએશન, ટેક્સી એસોસિએશન, ઓટો ક્ધસલ્ટિગ એસોસિએશન, ભક્તિનગર એસોસિએશન, ઇમિટેશન ઝવેરી એસોસિએશન, સોની બજાર એસોસિએશન, ધ સ્ટેશનરી એસોસિએશન, જંકશન-ગાયકવાડી વેપારી મંડળ, કોસિંગ એસોસિએશન, બાર એસોસિએશન સહિતના એસોસિએશને આજે કોંગ્રેસના બંને સમર્થન આપ્યું હતું અને રાજકોટ સજ્જડ બંધ જોવા મળ્યું હતું.
સવારથી બંધના એલાનના પગલે જ્યાં દુકાનો અને બજારો ખુલી હોય ત્યાં કોંગ્રેસના આગેવાનો અને એનએસયુઆઈના કાર્યકરો દ્વારા શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરી બંધ કરાવવા માટેની કાર્યવાહી કરાઈ હતી. દરમિયાન રાજકોટના કાલાવડ રોડ ઉપર નકલંક ચા સહિતની દુકાનો ખુલી હોય જેને બંધ કરાવવા ગયેલા કોંગ્રેસના અને એનએસયુઆઈના 20 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
કોંગ્રેસ દ્વારા બંધના એલાનને પગલે પોલીસ દ્વારા પણ સતર્ક બની શહેરભરમાં પેટ્રોલીંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસ દ્વારા બળજબરીથી કરાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તેવો પોલીસ અધિકારીઓના આદેશને પગલે સ્થાનિક પોલીસ દ્વારા પણ તેની તકેદારીના ભાગરૂપે કોઈ બળજબરી પૂર્વક બંધ ન કરાવે તેની કાળજી રાખી હતી. ત્યારે કાલાવડ રોડ ઉપર શાંતિપૂર્ણ રીતે બંધ કરાવતા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે ઉપાડી લેતા રોષ ભભૂકી ઉઠ્યો હતો.
બંધ કરાવવા NSU મેદાને આવ્યું

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પીડીતોના ન્યાય માટે કોંગ્રેસે ઝુંબેશ ઉપાડી છે. જેને સંદર્ભે આજે રાજકોટમા અડધો દિવસ બંધ રાખવા એલાન કરવામાં આવ્યું હતું. આ બંધના એલાનને પગલે રાજકોટની મોટાભાગની બજાર બંધ રહી છે. વેપારીઓ સહીત શાળા-કોલેજોનાં સંચાલકોએ પણ સમર્થન આપ્યું છે. પરંતુ આ વચ્ચે કેટલીક સ્કુલો ખોલવામાં આવી હતી. સ્કુલ કોલેજનો હવાલો એનએસયુઆઈને આપવામાં આવ્યો હતો. આથી સવારથી એનએસયુઆઈના કાર્યકરો શાળા કોલેજોએ ફર્યા હતા. અને જે સ્કુલ કોલેજો ખોલવામાં આવી હતી તેને બંધ કરવામાં આવી હતી. રાજકોટની માતૃ મંદિર સ્કુલ, સરસ્વતી સ્કુલ,વિરાણી સ્કુલ સહીતની અનેક સ્કુલો બંધ કરાવી હતી. એનએસયુઆઈના કાર્યકરોએ શાળાઓમાં ધામા નાખી સંચાલકોને વિનંતી કરી શાળાઓ બંધ કરાવી હતી. બંધ કરાવવા સમયે કોઈ ઘર્ષણ ન થાય તે માટે તમામ શાળા-કોલેજોમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરંતુ એનએસયુઆઈએ શાંતિપૂર્ણ બંધ કરાવવાની કામગીરી કરી હતી.
સરકાર સામે ભારે રોષ
અગ્નિકાંડની મૃતક આશા કાથડની બહેન સંતોષ કાથડે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ ગુજરાત સરકાર બેદરકાર કહેવાય કે, એને શરમ જેવું આવતું નથી. તમે લાજતા નથીને ગાજો છો, આવી સરકાર બનવી જ ન જોઇએ,જનતાને નથી જોઇતી આવી સરકાર. હું તો કહુ અમારે તો જરાય આવી સરકાર નથી જોઇતી.



