અદ્યતન સુવિધાની વાતો વચ્ચે કલાકો સુધી સર્વર ઠપ થતા દર્દીઓની લાંબી કતાર જોવા મળી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની સિવિલ હોસ્પિટલ તેના અણધડ વહીવટ તંત્રના કારણે વધુ જાણીતી છે ત્યારે આજે ફરી એકવખત સર્વરમાં ખામી સર્જાતા દર્દીઓને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની માંદગીની માહિતી આસાનીથી મળી રહે અને તબીબો તેમજ સ્ટાફને કામગીરીમાં આસાની રહે તે માટે સિવિલ હોસ્પિટલમાં કોમ્પ્યુટર સિસ્ટમને સર્વર સાથે જોડી દેવામાં આવ્યું છે. પરંતુ આ સર્વરમાં ખામી થવાના લીધે દર્દીઓને કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડે છે.
- Advertisement -
નોંધનીય છે કે, અવાર-નવાર સિવિલ હોસ્પિટલમાં સર્વર ડાઉન થયાની ફરિયાદ સામે આવતી હોય છે. ત્યારે વારંવાર બનતી આ ઘટનાએ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલને અધતન ટેક્નોલોજીથી સજ્જ કરવાની વાતો કરવામાં આવી રહી છે. ત્યારે આમ વારંવાર સર્વર ડાઉન થવાની ઘટનાએ તંત્રની ઢીલી નીતી સામે આવી છે. એક્સ-રે વિભાગમાં દર્દીના નામની ઓનલાઇન એન્ટ્રી થતી ન હોવાથી લાંબી કતારમાં બેસી રહેવું પડે છે