સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનામાં ખૂબ સારી કામગીરી કરવા બદલ આ સન્માન મળ્યું છે. આયુષ્યમાન કાર્ડ ન હોય તેવા દર્દીને પણ કાર્ડ કાઢી આપવામાં મદદ કરવાની સાથે ઇમરજન્સી કેસમાં દર્દીના બેડ ઉપર જઈ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી સિવિલમાં કરવામાં આવી રહી છે. આ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હોવાનું સિવિલ સુપ્રિટેનડેન્ટ આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું.
- Advertisement -
રાજકોટ હોસ્પિટલ પહેલા ગ્રીન કોરિડોરની સેવા શરૂ કરી હતી. આ સેવા અંતર્ગત દર્દીઓને એક હેલ્પ ડેસ્ક પર જ ઘણી બધી માહિતી મળી રહે છે. આ ડેસ્ક પર જ વિભાગના અને ડોક્ટરની હાજરીના પ્રશ્નોથી લઈને આયુષમાન કાર્ડ કાઢવા સુધીના પ્રશ્નોની માહિતી મળી રહે છે.