સાત મહિનામાં 16,017 દર્દીઓને રૂ.12.63 કરોડની સારવાર આપી
7531 દર્દીને ડાયાલિસિસની સારવાર આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આયુષ્યમાન ભારત, માં અમૃતમ સહિતની યોજના હવે પીએમજેએવાય એટલે કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. ઙખઉંઅઢ કાર્ડ ધરાવતા જરૂરિયાત મંદ પરિવારોને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કેન્દ્ર-રાજ્યના સહયોગથી નિ:શુલ્ક સારવાર આપવાની યોજના અમલમાં છે. જેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા સાત મહિનામાં PMJAY હેઠળ કુલ 16,017 દર્દી નારાયણને કુલ રૂપિયા 12.63 કરોડની સારવાર આપવામાં આવી છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ રકમ ક્લેઈમ થતા રાજકોટ નંબર વન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ, મધ્યમવર્ગ માટે આશીવાર્દરૂપ બની છે. ખાનગી હોસ્પિટલમાં હદયરોગ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, કેન્સર, ડાયાલીસીસ અને પ્રસુતિ સહિતની સારવારમાં જેવા દર્દી
તેવી રીતે હોસ્પિટલના સંચાલકો ખંખેરતા હોવાના દાખલા છે ત્યારે PMJAY યોજનાના કાર્ડ ધરાવતા લોકોને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં આ ખર્ચાળ સારવાર મફ્તમાં આપવાની સાથે દવાનો ખર્ચ તેમજ ઘેર મુકવા જવા સુધીનો ખર્ચ આપવામાં આવે છે. ખાનગી હોસ્પિટલની જેમ જ સરકારી હોસ્પિટલમાં પણ ઙખઉંઅઢ યોજના હેઠળ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. જેમાં સમગ્ર રાજ્યમાં રાજકોટની પંડિત દીનદયાળ હોસ્પિટલ ચાલુ વર્ષે નંબર વન ઉપર છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મોનાલી માકડીયા વડપણ હેઠળની ઙખઉંઅઢ ટીમના ડો. એમ.સી.ચાવડા, ડો.હર્ષા પટેલે અને ડો.અલ્પા જેઠવા દ્વારા ખાનગી હોસ્પિટલમાં લાખોના ખર્ચે થતા જટિલ ઓપરેશનથી લઈ ડાયાલીસીસ અને અન્ય સારવાર ઙખ.ઉંઅઢ હેઠળ થઇ શકે તેવી સુચારુ વ્યવસ્થા ગોઠવતા છેલ્લા સાત મહિનામાં જ રાજકોટ સિવિલમાં 8486 દર્દીઓને રૂ.11,00,95,789ની સારવાર આપવામાં આવતા રાજકોટ રોગી કલ્યાણ સમિતિને કરોડો રૂપિયાની આવક થઈ છે. એ જ રીતે સાત માસના સમયગાળામાં અહીં 7531 દર્દીઓને ડાયાલિસિસની સારવાર પણ આપવામાં આવી છે.
સિવિલમાં દર્દીઓને સારવાર અપાઈ
મહિનો – દર્દીઓ – ક્લેઇમની રકમ
જાન્યુઆરી – 981 – 1,20,95,136
ફેબ્રુઆરી – 875 – 1,25,75,370
માર્ચ – 1103 – 1,46,10,906
એપ્રિલ – 1400 – 1,71,35,549
મે – 1103 – 1,46,10,906
જૂન – 1398 – 1,79,32,865
જુલાઈ – 1626 – 2,11,35,057