હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. રાજકોટ શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા લોકો માટે તડકાથી બચવા માટે પતરા સેડ બનાવવામાં આવ્યા છે અને પાણી તેમજ બેઢક વ્યવસ્થા પણ કરવામાં આવી છે તદઉપરાંત હિટસ્ટ્રોક સહિતનાં દર્દીઓ માટે ઙખજજઢ બિલ્ડીંગમાં 20 બેડનો એક ખાસ વોર્ડ ઉભો કરાયો છે. જેમાં દવાઓ, ઇન્જેક્શન અને ઓઆરએસનો પૂરતો જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં દર્દીઓને તાત્કાલિક ઇમરજન્સી સારવાર આપી શકાય તે માટેનો ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ પણ તૈનાત રાખવામાં આવ્યો છે. આ પ્રકારનો કોઈ કેસ અત્યાર સુધી સામે નહીં આવ્યો હોવા છતાય તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે.
ઉનાળાને લઈને રાજકોટ સિવિલ તંત્ર સજજ: લોકોને તડકાથી બચાવવા પતરાં-શૅડ મુકાયા

Follow US
Find US on Social Medias