મોરબીમાં પુલ તૂટવાની ઘટનામાં જે વ્યક્તિઓના મૃત્યુ થયા છે તેમની આત્માને શાંતિ મળે તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા પ્રાર્થના સભા યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રાર્થના સભામાં રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી ક્રાઈમ, ઝોન-1 અને ઝોન-2 સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મૌન પાળીને દિવંગતોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
રાજકોટ શહેર પોલીસ દ્વારા દિવંગત આત્મા માટે પ્રાર્થના સભા યોજાઈ

Follow US
Find US on Social Medias