ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રાજયના ડી.જી.પી. વિકાસ સહાય નાઓ દ્વારા હાલમાં વધતી જતી ગરમીના અનુસંધાને અબોલ પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા મુકાય અને કુંડાઓમાં નિયમત રીતે પાણી અપાય એ સદકાર્ય અંગે પહેલવૃતિ દાખવી અબોલ પક્ષીઓના જીવ બચાવવાના કાર્યમાં સહભાગી થવા જણાવેલ. ગુજરાત રાજયના.ડી.જી.પી. નાઓની ઉપરોકત સુચના મુજબ રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા ના માર્ગદર્શન હેઠળ હાલમાં વધતી જતી ગરમીના અનુસંધાને રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટ કમિશ્નર કચેરી, એ.સી.પી. કચેરી, દરેક પોલીસ સ્ટેશન, ટ્રાફિક કચેરી, પોલીસ લાઇન, પોલીસ ચોકી, સ્કુલ, કોલેજ, બાગ બગીચા, મંદીરો, રેઇન બસેરા, આશ્રમો તેમજ રાજકોટ શહેરની અલગ અલગ જગ્યાઓએ 275 પાણીના કુંડા તેમજ ચકલી ઘર અબોલ પક્ષીઓ માટે મુકવામાં આવેલ છે.



