આગામી વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને
ખાસ-ખબર સંવાદદાતા
આગામી વિધાનસભાની ચુંટણી માટે રાજકોટ શહેર કોગ્રેંસ અનુસૂચિત જાતિ વિભાગએ માળખું પ્રસિદ્ધ કર્યું છે. આ યાદીમાં ઉપપ્રમુખ તરીકે પ્રવિણ હીરજીભાઇ મુછડીયા, રાજુભાઇ મુળજીભાઇ બગડા, નારણભાઇ છગનભાઇ પુરબીયા, હરેશ બીજલભાઇ સોલંકી, હરીશ લલીતભાઇ સોલંકી, છત્રપાલ ડાયાભાઇ સિંધવ, કો- ઓર્ડિનેટર તરીકે ગીરીશ વાણીયા, પુનમભાઇ ઘેડા, ધવલ નરેન્દ્રભાઇ રાઠોડ, કિશોરભાઇ ડાયાભાઇ મકવાણા, હરેશ ખીમજીભાઇ જોષી, કાળુભાઇ ભીખાભાઇ સોલંકી, મેમ્બર તરીકે હિરાભાઇ સવજીભાઇ ચાવડા, અનિલભાઇ રમેશભાઇ રાઠોડ, રાજુભાઇ સાગઠીયા, કેતન વાઘેલા, રાકેશ અમિતભાઇ વાઘેલા, વોર્ડ પ્રમુખ તરીકે જયંતિ નાગરાજ (વાણીયા), મહેશભાઇ નાથાભાઇ ચૌહાણ, રમેશ વિનુભાઇ વાઘેલા, સુરેશ ચાવડા, દાફડા જીવણભાઇ, મહેશભાઇ કુબેરભાઇ ચૌહાણ, શુભમ નરેન્દ્રભાઇ જીતીયા, રાજેશભાઇ મોહનભાઇ પરમાર, જતીન સાગઠીયા, અભીજીત રજનીકાંત ઘુઘલ, નરેશભાઇ મકવાણા, મહેશ રતિલાલ રાઠોડ, નાનજીભાઇ દવેરા, હંસરાજ સાગઠીયા, ધર્મેશભાઇ જશવંતભાઇ ગોહેલ, જીતુભાઇ રાઠોડ, શંકરભાઇ ભનુભાઇ બગડા, દેવરાજ મુછડીયાની નિમણુક કરવામાં આવી છે. રાજકોટ શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિના આગેવાનો ગેલાભાઇ મુછડીયા, જયંતિભાઇ રાઠોડ, કરશનભાઇ મુછડીયા, વસંતભાઇ ચાવડા, મોંલેષ મકવાણા, અરવિદભાઇ મુછડીયા, રાજુભાઇ મકવાણા ખાસ ખબરની મુલાકાતે આવ્યા હતા. તેમણે અનુસૂચિત મોરચાના કોંગ્રેસના આગામી ચુંટણીલક્ષી કાર્ય વિશે જણાવતાં આગેવાન નરેશ સાગઠીયાએ જણાવ્યું કે, ગુજરાત સરકારના છેલ્લા 20 વર્ષથી અનુસૂચિત જાતિ ઉપર સતત અત્યાચારો થઇ રહ્યા છે, તેમજ ભારતીય સંવિધાનનું આ સરકાર ખુલ્લે આમ હનન કરી રહી છે, ત્યારે અનુસૂચિત જાતિ વિભાગ કોંગ્રેસ આ હરગીસ સાંખી નહીં લે, અને આવતા દિવસોમાં એક- એક ઘરે જઇ સંવિધાન તેમજ અનુસૂચિત જાતિ પર થતા અન્ય અન્યાયો સામે આ સરકારની સામે તેમને ઘરે બેસાડવાનો અનુરોધ કરવામાં આવશે, અને કોંગ્રેસને મજબૂત કરવામાં આવશે.