ફ્લેટ અને ટેનામેન્ટની કિંમત પર સીધી અસર પડે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દેશની અર્થવ્યવસ્થામાં મહત્ત્વના ભાગનું યોગદાન આપતો બાંધકામ ઉદ્યોગ છેલ્લાં ઘણાં મહિનાથી મૃત:પ્રાય અવસ્થામાં આવી ગયો છે ત્યારે જંત્રીનો અવાસ્તવિક અસહ્ય વધારો કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય થઈ શકે તેમ નથી તેવી રજૂઆત રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા ગુજરાત સરકારને કરવામાં આવશે. આ ઉપરાંત જંત્રીના લીધે નવી શરતોની જમીન બિનખેતી કરવા માટે ભરવું પડતું પ્રિમિયરનો બોજો, નવી જંત્રીને લીધે પેઈડ એફ.એસ.આઈ.ની રકમમાં આવતો અસહ્ય વધારો, સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો તેમજ જીએસટીની રકમમાં વધારો આ તમામ બાબતોથી સામાન્ય નાગરિકો દ્વારા ખરીદ કરવામાં આવતા ફ્લેટ અને ટેનામેન્ટની કિંમત પર સીધી અસર પડે છે. આ ઉપરાંત પ્લાન પાસ કરવા માટે જરૂરી ફાયર એન.ઓ.સી. આપવામાં આવતી નથી અને કંપલીશન સર્ટિફીકેટ માટે જરૂરી ફાયર એન.ઓ.સી. પણ આપવામાં આવતી નથી. ટી.પી. સ્કીમ હેઠળ લાગુ પડતી 40 ટકા કપાત સહિતના અનેક પ્રશ્ર્નો સાથે ગુજરાત સરકારને રજૂઆત કરાશે અને યોગ્ય ઉકેલ લાવવા માગણી કરાશે.