સ્મીત કનેરિયાએ એવું કોમ્પ્લેક્સ ઊભું કર્યું કે આખું અમેરિકા તેની નોંધ લઈ રહ્યું છે
એક જ જગ્યાએ પેટ્રોલ પમ્પ, વિવિધ જાયન્ટ બ્રાન્ડના ફૂડ આઉટલેટ્સ, બાર એન્ડ લાઉન્જ તથા ફોર સ્ટાર હોટેલ ધરાવતું અમેરિકાનું પ્રથમ સંકૂલ
- Advertisement -
રાજકોટનાં વિખ્યાત બિલ્ડર, કડવા પાટીદાર સમાજના અગ્રણી અને ક્લાસિક નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડ નામની જાયન્ટ ક્ધસ્ટ્રકશન કંપનીના માલીક સ્મીત કનેરિયાએ હવે અમેરિકામાં પણ ઊંચી ઊડાન ભરી છે. તેમણે અમેરિકામાં એક એવો વિશાળ પ્રોજેક્ટ કર્યો છે – જે અમેરિકાના ઈતિહાસમાં પણ પ્રથમ છે અને આવો બીજો પ્રોજેક્ટ આખા અમેરિકામાં ક્યાંય નથી. તેમણે અમેરિકાના નોર્થ કેરોલિના સ્ટેટમાં રાલે નામનાં એરપોર્ટ પાસે એક વિશાળ સંકૂલ બનાવ્યું છે- જેની અનેક વિશિષ્ટતા છે.
ગઈકાલે સ્મીતભાઈનાં માતાનાં હસ્તે ઉદ્ઘાટન થયું
છઉઞ ગેલેરિયા સંકૂલ હજુ ગઈકાલે, 27 જુલાઈના રોજ જ સ્મીતભાઈના માતાનાં વરદ્હસ્તે ખૂલ્લું મૂકાયું. આ સંકૂલનું ઉદ્ઘાટન સ્મીતભાઈ અને તેમનાં ભાઈઓએ માતાનાં હસ્તે જ કરાવવાનું નક્કી કર્યું હતું. કોમ્પ્લેક્સની નોંધ આખા અમેરિકામાં લેવાઈ રહી છે.
- Advertisement -
ક્લાસિક નેટવર્કના સ્મીતભાઈએ નોર્થ કેરોલિનામાં RDU ગેલેરિયા નામનું તોતિંગ કોમ્પ્લેક્સ ઊભું કર્યું
રાલે એરપોર્ટ છઉઞના ટૂંકા નામથી ઓળખાય છે. આ એરપોર્ટની દીવાલની અડોઅડ તેમણે સાડા ચાર એકરની વિશાળ જગ્યામાં ‘છઉઞ ગેલેરિયા’ નામનું અદ્ભુત કોમ્પ્લેક્સ બનાવ્યું છે. અબજો રૂપિયાનાં રોકાણથી બનેલા આ શાનદાર પ્રોજેક્ટમાં અનેક વિશિષ્ટતાઓ છે. અહીં અનેક ફિલિંગ મશીનો ધરાવતું શેલ કંપનીનું ગેસ સ્ટેશન (પેટ્રોલ પમ્પ) છે, વિખ્યાત ફૂડ ચેઈન ‘વૅ બૅક બર્ગર’ તથા ‘વ્હિચ વિચ સુપીરિયર સેન્ડવિચીસ’ તેમજ પિઝા હટનાં આઉટલેટ્સ છે. આ ઉપરાંત ‘ગ્લોરિયા જીન્સ કોફીઝ’નું આઉટલેટ પણ છે, મેક્સિકન કાફે એન્ડ બ્રેકફાસ્ટસ તથા ક્લાસિક બાર એન્ડ લાઉન્જ પણ ખરા. આટલું જાણે ઓછું હોય તેમ અહીં ઑફિસ સ્પેસીસ પણ છે. ‘ખાસ-ખબર’ સાથેની વાતચીતમાં સ્મીતભાઈ કનેરિયા કહે છે : ‘હજુ અમે અહીં ફોર સ્ટાર હોટલનું નિર્માણ પણ કરવાનાં છીએ. આખા અમેરિકામાં આ પ્રકારનું આ સૌ પ્રથમ સંકૂલ છે. એક જ સ્થળે અનેકવિધ સવલતો ધરાવતું આ કોમ્પ્લેક્સ-કેમ્પસ અમેરિકામાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સાડા ચાર એકરમાં સર્જી અજાયબી: અમેરિકાની ન્યૂઝ ચેનલોએ પણ નોંધ લીધી!
અમેરિકામાં હજુ વધુ પ્રોજેક્ટ કરશે સ્મીતભાઈ કનેરિયા
છઉઞ ગેલેરિયા તો હજુ શરૂઆત માત્ર છે, આવનારા દિવસોમાં સ્મીત કનેરિયા અમેરિકામાં અનેક પ્રોજેક્ટ કરવાનાં છે. તેમણે અમેરિકામાં અન્ય જમીનો પણ લઈ રાખી છે. જ્યાં તેઓ ફાઈવસ્ટાર હોટેલ્સ સહિતનાં અનેક પ્રકલ્પો લાવી રહ્યાં છે. આમ, સ્મીતભાઈ હવે બહુ ઊંચી ઊડાન ભરવા જઈ રહ્યાં છે.
4 ભાઈમાંથી 3 મોટાભાઈ USA
સ્મીત કનેરીયા 4 ભાઈઓમાં સૌથી નાનાં છે. સૌથી મોટા ભાઈ રમેશભાઈ, બીજા નંબરના પંકજભાઈ, ત્રીજા નંબરના કિશોરભાઈ અત્યારે અમેરિકામાં જ છે. ન્યૂઝ ચેનલોએ કિશોરભાઈનો ઈન્ટરવ્યૂ પણ દર્શાવ્યો હતો.
સ્મીત કનેરિયા પ્રથમ ગુજરાતી જે કંપની શરૂ કરી ઈન્વેસ્ટમેન્ટ લઈ ગયા!
સામાન્ય રીતે અમેરિકન સિટિઝનશિપ માટે ગુજરાતમાંથી કેટલાંક લોકો અમેરિકામાં સ્થિત કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. પરંતુ સ્મીત કનેરિયા કદાચ પ્રથમ એવા ગુજરાતી છે જેમણે અમેરિકામાં બીજા કોઈની કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા કરતાં ત્યાં પોતાની જ કંપની સ્થાપવાનું નક્કી કર્યું, તેમણે કંપનીની સ્થાપના પણ કરી અને અહીંથી તોતિંગ ઈન્વેસ્ટમેન્ટ પણ અમેરિકા લઈ ગયા.
નવી પેઢીને આપણે જ રસ્તો દેખાડવો પડશે!: સ્મીત કનેરિયા
‘ખાસ-ખબર’ સાથેની એક્સ્ક્લુઝિવ વાતચીતમાં સ્મીત કનેરિયાએ પોતાનાં પ્રોજેક્ટ છઉઞ ગેલેરિયા વિશે માંડીને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘નવા જમાનામાં હવે નવા વિચારો અને નવતર આઈડીયા વિચારવા પડશે. અમે તો નવી પેઢીને એક અલગ પ્રકારનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યાં છીએ. હવે યુવા પેઢીએ નક્કી કરવાનું છે કે આ દિશામાં વધુ ને વધુ સફળતા કેવી રીતે મેળવી શકાય!’
અમેરિકી ન્યૂઝ ચેનલોએ પણ ગેલેરિયાની નોંધ લીધી
અમેરિકામાં આ પ્રકારનું આ પ્રથમ કોમ્પ્લેક્સ છે- જયાં આટઆટલી સવલતો હોય. આ છઉઞ ગેલેરિયાની નોંધ અમેરિકાની ન્યૂઝ ચેનલોએ પણ લીધી હતી. અહેવાલમાં ચેનલોએ આ કોમ્પ્લેક્સની ભરપૂર પ્રશંસા કરી હતી. ચેનલે સામાન્ય લોકોની બાઈટ્સ પણ લીધી હતી અને લોકોએ પણ આ સંકૂલને ખૂબ-ખૂબ બીરદાવ્યું હતું.