વરિષ્ઠ વકીલોની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય; આગામી દિવસોમાં વધુ ઉમેદવારો જાહેર થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ બાર એસોસિયેશનની આગામી ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવાના હેતુથી રાજકોટના વરિષ્ઠ વકીલોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી.
આ બેઠકમાં વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આગામી ચૂંટણી લડવાની રણનીતિ પર સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. વરિષ્ઠ વકીલો લલિતસિંહ શાહી, તુલસીદાસ ગોંડલીયા, અનિલભાઈ દેસાઈ, પિયુષભાઈ શાહ, એન જે પટેલ, અર્જુનભાઈ પટેલ, જી એલ રામાની, કમલેશભાઈ શાહ, કિશોરભાઈ સખિયા, પી સી વ્યાસ, દિલેશભાઈ શાહ, રાકેશભાઈ ગોસ્વામી, અજયભાઈ જોશી, કમલેશભાઈ ડોડીયા, રક્ષિતભાઈ કલોલા, સી એચ પટેલ, ભગીરથસિંહ ડોડીયા, શ્યામલ સોનપાલ અને આર ડી ઝાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ બેઠકમાં સર્વાનુમતે પ્રમુખ પદના ઉમેદવાર તરીકે સુરેશભાઈ ફળદુની આગેવાનીમાં સમરસ પેનલ દ્વારા ચૂંટણી લડવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આગામી દિવસોમાં આ પેનલના વધુ ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.



