16 પદ માટે 40 ઉમેદવાર મેદાનમાં, સમરસ અને છઇઅ પેનલ વચ્ચે કાંટે કી ટક્કર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન આજે સવારે 9 વાગ્યાથી શરૂ થઇ ચૂક્યું છે તેમાં સમરસ પેનલ અને આરબીએ પેનલ વચ્ચે કાંટે કી ટક્કર થશે. 16 પદ માટે કુલ 40 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે અને 4200 જેટલા મતદારો છે જે આજની ચૂંટણીના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા આજે બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે અને 4 વાગ્યા બાદ મતગણતરી શરૂ થશે જે મોડી રાત સુધી ચાલશે. ત્યારે ભાજપ વર્સીસ ભાજપની પેનલમાં કોની થશે જીત અને કોનો થશે પરાજય તેના પર સૌકોઈની નજર મંડાયેલી છે.
રાજકોટના જામનગર રોડ પર આવેલ કોર્ટ બિલ્ડિંગમાં આજે બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન સવારથી શરૂ થઇ ચૂક્યું છે જે બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહ્યુ હતુ. એકબાજુ સુરેશભાઈ ફળદુની સમરસ પેનલ મેદાનમાં ઉતરી છે તો બીજીબાજુ બીસીઆઇના સભ્ય દિલીપ પટેલના સમર્થનવાળી આરબીએ પેનલ મેદાનમાં ઉતરી છે. બપોરે 4 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે જે મોડી રાત સુધી ચાલશે. આ ચૂંટણીમાં પ્રમુખપદ માટે 4, ઉપપ્રમુખ પદ માટે 2, સેક્રેટરી પદ માટે 4, જોઈન્ટ સેક્રેટરીમાં 3, ટ્રેઝર2 (મહિલા અનામત)માં 2 અને લાઈબ્રેરી સેક્રેટરીમાં 4 ઉમેદવાર છે. જ્યારે કારોબારીમાં મહિલા અનામતમાં 8 અને જનરલ કેટેગરીમાં 15 ઉમેદવાર મેદાનમાં છે. રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં સમરસ પેનલના ઉમેદવામાં પ્રમુખ તરીકે સુરેશ ફળદુ, ઉપપ્રમુખ તરીકે સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી તરીકે મેહુલ મેહતા, જોઈન્ટ સેક્રેટરી તરીકે સંદિપ વેકરીયા, ટ્રેઝરર તરીકે રેખાબેન લીંબાસીયા, લાઈબ્રેરી સેક્રેટરી તરીકે સાગર હપાણી, કારોબારી સભ્ય (સામાન્ય) તરીકે અમિત વેકરીયા, કશ્યપ ઠાકર, દિપ વ્યાસ, જતીન ઠકકર, યશ ચોલેરા, કેતન જેઠવા, રણજીત મકવાણા જયારે કારોબારી સભ્ય (મહીલા અનામત) તરીકે હીરલબેન જોષી, મીતાબેન રાવ, અને અલ્કાબેન પંડયા ઉમેદવારી નોંધાવી છે. બીજી બાજુ છઇઅ પેનલના ઉમેદવારમાં પ્રમુખ ઉમેદવાર તરીકે સુમિત વોરા, ઉપપ્રમુખ તરીકે બિમલ જાની, સેક્રેટરી તરીકે નિલેશ પટેલ, જો.સેક્રેટરી તરીકે જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર તરીકે પ્રગતિ માકડીયા, લાઈબ્રેરી સેક્રેટરી તરીકે કેતન મંડ અને કારોબારી સભ્ય (સામાન્ય) તરીકે સંજય ડાંગર, સ્તવન મહેતા, ભાર્ગવ પંડ્યા, વિજય રૈયાણી, અશ્વિન રામાણી, હસમુખ સાગઠીયા, કલ્પેશ સાકરીયા જયારે કારોબારી સભ્ય (મહિલા અનામત) તરીકે નિશાબેન લુણાગરીયા, મિનલબેન સોનપાલ, અને રક્ષાબેન ઉપાધ્યાય ઉમેદવારી નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે સ્વતંત્ર ઉમેદવારોમાં પ્રમુખ પદે નિરવ પંડયા અને હરિસિંહ વાઘેલા, સેક્રેટરી પદે અનિલ ડાકા(પટેલ) અને ગૌતમ રાજ્યગુરુ, જોઈન્ટ સેક્રેટરી પદે ધીમંત જોશી, લાયબ્રેરી સેક્રેટરી પદે અનિલ ડાકા, કારોબારી સભ્ય (સામાન્ય) દિપક બારોટ, કારોબારી સભ્ય (મહિલા અનામત) મેઘાવીબેન ગજ્જર અને વૈશાલીબેન વિઠ્ઠલાણીએ ઉમેદવારી નોંધાવી છે.
પ્રમુખપદ માટે સમરસ પેનલમાં સુરેશ ફળદુ, છઇઅ પેનલમાં સુમિત વોરા અને સ્વતંત્રપક્ષે નિરવ પંડ્યા અને હરિસિંહ વાઘેલાની દાવેદારી
ગત વર્ષે રાજકોટ બાર એસોસિએશનની આન બાન અને શાનને નુકસાન થયું છે: સુરેશ ફળદુ
- Advertisement -
સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. આ વર્ષે રાજકોટ બાર એસોસિએશન માટે વકીલો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન હાલમાં ચાલુ છે. ગત વર્ષનો રોષ આ વર્ષે જોવા મળી રહ્યો છે. ગત વર્ષે રાજકોટ બાર એસોસિએશનની આન બાન અને શાનને નુકસાન થયું છે આ નુકસાન દૂર કરવા માટે અને રાજકોટની આન બાન શાન પુન:સ્થાપિત કરવા માટે વકીલો દ્વારા રાજકોટની સમરસ પેનલને જંગી બહુમતીથી ચૂંટી વિજેતા બનાવશે તેવો મને વિશ્વાસ છે. અમે પરિવર્તન લાવીશું તેવો વિશ્વાસ વકીલોને છે માટે અમારી સમરસ પેનલને જંગી બહુમતી અપાવશે. આ ઉપરાંત રાજકોટ બાર એસોસીએશનના પ્રશ્નોનું નિરાકરણ ત્વરિત અને જલ્દીથી થાય તેવા અમારા પુરા પ્રયાસો રહેશે. જયારે સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેચ ફાળવવા માટે લડત યથાવત રાખવામાં આવશે અને રાજકોટને હાઇકોર્ટની બેચ મળે તે માટે પુરેપુરા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
ગત વર્ષે અમારી ટીમે કરેલા કામોને લઇ અમારી RBA પેનલનો વિજય નિશ્ર્ચિત છે: સુમિત વોરા
સુમિત વોરાએ જણાવ્યું હતું કે, રાજકોટ બાર એસોસિએશન ચૂંટણીનું મતદાન શરૂ છે. અમારી છઇઅ પેનલ ઉપર વકીલોનો ભરોસો છે અને છઇઅ પેનલનો ભવ્ય વિજય થશે તેવો મને પૂરો વિશ્વાસ છે. રાજકોટના વકીલો ખુબ સારી રીતે જાણે છે કે કઈ ટીમ કામ કરી રહી છે અને કઈ ટીમ કામ નથી કરી રહી. ગત વર્ષે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલા કામોને લઇ અમારી RBA પેનલનો વિજય નિશ્ચિત છે.



