રાજકોટના જાણીતાં ઉદ્યોગપતિ અને વકીલ મહેન્દ્ર ફળદુનું અકાળે અવસાન થતાં રાજકોટ બાર એસોશિએસન દ્વારા આજે શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા અને સદગત આત્માને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. તેમજ રાજકોટ બાર.એસો. સભ્ય એડવોકેટે સ્વ. મહેન્દ્ર ફળદુએ આરોપીનાઓના ત્રાસથી આ જીવનનો અંત આણ્યો હોવાથી ગાંધીગ્રામ 2 યુનિ. પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુધ્દ ગુનો નોંધ્યો છે. તેમજ કોઈપણ સભ્યએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વકીલ તરીકે ન રોકાવવાની વિનંતી કરી હતી.શોકસભામાં જિલ્લા મુખ્ય જજ યુ.ટી દેસાઈ સહિતના ન્યાયધીશો, જિલ્લા સરકારી વકીલ સંજય વોરા, પ્રશાંત પટેલ, કમલેશ શાહ, બાર એસો. પ્રમુખ અર્જુન પટેલ, ઉપપ્રમુખ એસ.કે.જાડેજા સહિતના વકીલો ઉપસ્થિત રહ્યા હતા.


