અપર્યાપ્ત મુસાફરો, ઓપરેશનલ ખર્ચમાં વધારો, મર્યાદિત ફ્લાઇટ ઓપરેશન્સને કારણે સતત નુકસાન
673.91 કરોડ સાથે ખોટ કરવામાં દિલ્હી એરપોર્ટ દેશમાં પહેલા નંબરે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
એક તરફ રાજકોટને આંતરરાષ્ટ્રીય સ્તરનું નવું એરપોર્ટ મળ્યું છે ત્યારે બીજી તરફ રાજ્યસભામાં રજૂ થયેલા એક સરકારી અહેવાલે ચોંકાવનારી વિગતો જાહેર કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આ અહેવાલ મુજબ રાજકોટ એરપોર્ટ છેલ્લા દસ વર્ષ (નાણાકીય વર્ષ 2015-16 થી 2024-25) દરમિયાન રૂ.418.67 કરોડની જંગી નુકસાની કરી છે. આ રિપોર્ટ પ્રમાણે ખોટ કરતા એરપોર્ટમાં રાજકોટ દેશમાં 8મા નંબરે અને ગુજરાતમાં પહેલા નંબરે છે.
673.91 કરોડ સાથે ખોટ કરવામાં દિલ્હી એરપોર્ટ દેશમાં પહેલા નંબરે છે. આ અહેવાલમાં જણાવાયું છે કે, અપર્યાપ્ત મુસાફરી માંગ, ઓપરેશનલ ખર્ચમાં વધારો, મર્યાદિત ફ્લાઈટ ઓપરેશન્સને કારણે સતત નુકસાન થઇ રહ્યું છે. આ અહેવાલ દર્શાવે છે કે, એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત દેશના 81 એરપોર્ટે નાણાકીય વર્ષ 2024-25માં નુકસાન વેઠ્યું છે. આ ખોટ કરતા એરપોર્ટોની યાદીમાં રાજકોટ એરપોર્ટ પણ સામેલ છે. રાજકોટ સાથે ગુજરાતના અન્ય 7 એરપોર્ટ અને 1 દીવનું એરપોર્ટ પણ શામેલ છે. આ નુકસાન એવા સમયે સામે આવ્યું છે જ્યારે સરકાર પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા માટે છઈજ-ઞઉઅગ (ઉડે દેશ કા આમ નાગરિક) જેવી યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાઓ હેઠળ એરલાઈન્સને ઓપરેશનલ ખર્ચ અને અપેક્ષિત આવક વચ્ચેનો તફાવત ભરવા વાયેબિલિટી ગેપ ફંડિંગ અપાય છે. રાજકોટ એરપોર્ટ આટલી મોટી ખોટમાં હોવું એ સરકારી નીતિઓની અસરકારકતા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.
ઉડાન યોજના હેઠળ 300 કરોડ ફાળવાયા
- Advertisement -
છઈજ-ઞઉઅગ યોજના દ્વારા આવા એરપોર્ટને પુનજીર્વિત કરવા અથવા અપગ્રેડ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નાણાકીય વર્ષ 2025-26 માટે આ યોજના માટે રૂ. 300 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જોકે, આ ભંડોળ રાજકોટ જેવા મોટા નુકસાનવાળા એરપોર્ટને કઈ રીતે અસર કરશે તે જોવું રહ્યું. અત્યાર સુધીમાં, છઈજ-ઞઉઅગ યોજના હેઠળ 92 અનસર્વેડ અને અન્ડરસર્વેડ એરપોર્ટ્સ, હેલીપેર્ટ્સ અને વોટર એરોડ્રોમ્સને કાર્યરત કરવામાં આવ્યા છે. પરંતુ રાજકોટ જેવા સ્થાપિત એરપોર્ટ માટે આ યોજના કેટલી સફળ રહેશે તે એક મોટો પડકાર છે. રાજકોટનું નવું એરપોર્ટ પણ ભવિષ્યમાં નફાકારક બનશે કે પછી ખોટનો સિલસિલો યથાવત રહેશે તે સમય જ કહેશે.
ગુજરાતના ક્યાં એરપોર્ટના 10 વર્ષમાં કેટલી ખોટ
શહેર ખોટ રૂપિયા
રાજકોટ 418.67 કરોડ
ભાવનગર 122.08 કરોડ
પોરબંદર 78.29 કરોડ
ભુજ 57.46 કરોડ
કંડલા 47.17 કરોડ
કેશોદ 41.95 કરોડ
ડીસા 0.39 કરોડ
ટોપ-10 એરપોર્ટ જે સૌથી વધુ ખોટ કરે છે
શહેર ખોટ રૂપિયા
દિલ્હી (સફદરજંગ) 673.91 કરોડ
અગરતલા 605.23 કરોડ
હૈદરાબાદ 564.97 કરોડ
દેહરાદૂન 488.07 કરોડ
વિજયવાડા 483.69 કરોડ
ભોપાલ 480.43 કરોડ
ઔરંગાબાદ 447.83 કરોડ
રાજકોટ 418.67 કરોડ
તિરુપતિ 363.71 કરોડ
ખજુરાહો 355.53 કરોડ