રોજર બિન્ની હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પ્રમુખ નથી, ઉપપ્રમુખ રાજીવ શુક્લા હાલમાં વચગાળાના પ્રમુખ તરીકે કાર્યરત છે
એક અહેવાલ અનુસાર બીસીસીઆઈના અધ્યક્ષ પદેથી રોજર બિન્નીએ અચાનક જ રાજીનામું આપી દીધું છે. હવે નવા અધ્યક્ષની પસંદગી સુધીમાં રાજીવ શુક્લા બીસીસીઆઈના કાર્યવાહક પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હોવાની ચર્ચા છે. રાજીવ શુક્લા અગાઉ બીસીસીઆઈના ઉપ પ્રમુખ હતા.
- Advertisement -
કયા આધારે દાવો કરાયો?
સૂત્રોના રિપોર્ટ અનુસાર બુધવારે બીસીસીઆઈની એપેક્સ કમિટીની બેઠક યોજાઈ હતી. આ ટોચની કાઉન્સિલની બેઠકનું નેતૃત્વ રાજીવ શુક્લાએ કર્યું હોવાની ચર્ચા છે. બેઠકનો મુખ્ય એજન્ડા પણ સ્પોન્સરશિપ અંગે હતો. કેમ કે તાજેતરમાં જ નવા કાયદાને કારણે ડ્રીમ11 એ બીસીસીઆઈને જણાવી દીધું હતું કે તે હવે ટીમ ઈન્ડિયાને સ્પોન્સર નહીં કરી શકે જેના કારણે નવા સ્પોન્સરની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. તેને લઈને જ આ બેઠક થઇ હતી.




