મેંદરડા તાલુકાના રાજેસર ગામે સોનાં-ચાંદી રોકડની દિલધડક લૂંટ
ધમકાવી મોઢે ડુચો દઇ રોકડ, દાગીનાની લૂંટ ચલાવીને આરોપીઓ નાસી છુટ્યા
- Advertisement -
સોની બંધુના જાણીતા વેપારી અને અન્ય અજાણ્યા ઇસમોનું કારસ્તાન
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડા તાલુકાના રાજેશર ગામે રહેતા જીતેન્દ્ર વ્રજલાલભાઈ લોઢીયા અને તેના ભાઈ તુલસી વ્રજલાલભાઈ લોઢીયા પોતાના ઘરે સોના દાગીના બનાવી વેપાર ધંધો કરતા હોઈ ત્યારે ગત રાત્રીના 10 વાગ્યા આસપાસ તેના જાણીતા સોનાના વેપારનો વ્યવસાય કરતો દિપક અશોક જોગિયા રાજેસર ગામે સોની વેપારી લોઢીયા બંધુની દુકાને આવેલ હતો અને સોની વેપારી બંધુને ત્યાં ચા પાણી પણ પીધા હતા બાદમાં અને ત્યાર બાદ પૂર્વ આયોજિત કાવતરું રચીને છરી અને રિવલ્વોરની અણીએ સોની લોઢીયા બંધુને ધમકાવી મોઢે ડુચો મારીને મોબાઈલ ઝૂંટવી દીલધક સોના-ચાંદી સહીત રોકડ રુપીયા મળી કુલ રૂ.81.70 લાખની લૂંટ ચલાવી દિપક જોગિયા અને તેના અન્ય સાથી મિત્રો સાથે ફરાર થઇ ગયા હતા.
પોલીસ માંથી મળતી વિગત મુજબ ગત રાત્રીના મેંદરડાના રાજેસર ગામે સોના- ચાંદીનો વ્યવસાય કરતા જીતેન્દ્ર લોઢીયા અને તેના ભાઈ તુલસી લોઢીયા પોતાની સોનાની દુકાને હતા ત્યારે તેના જાણીતા દિપક જોગિયા જે પોતે પણ સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલ છે.ત્યારે રાજેસરના લોઢીયા બંધુ પાસે અવાર નવાર સોના-ચાંદીના વેપાર અર્થે આવે છે.પણ ગઈકાલ રાત્રીના 9 થી 10 વાગ્યા આસપાસ આવેલ અને સોનાની ઘરેથી દુકાન ચલાવતા લોઢીયા બંધુ સાથે વાતચીત કરી હતી અને ત્યારે બાદ દિપક જોગિયા તેના સાથી અજાણ્યા બે માણસો પણ આવી ગયા હતા અને સોની બંધુ કઈ સમજે તે પેહલા છરી અને રિવોલ્વોર જેવા હથિયાર વડે બંને લોઢીયા બંધુના મોબાઈલ ઝૂંટવી લીધા હતા અને ફેંકી દઈને બંનેને મોઢે ડૂચો મારી અને કબાટની ચાવી ઝૂંટવીને કબાટમાં રાખેલ સોનાના 8 બિસ્કિટ જેનું વજન 928 ગ્રામ કી.રૂ.58 લાખ તથા 21 કિલો ચાંદી કી.રૂ.14.70 લાખ તેમજ રોકડ રૂ.9 લાખની લૂંટ કરી હતી જેની કુલ કિમંત રૂ.81.70 લાખના માલમતાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.
રાજેસર ગામે સોની વેપારી લોઢીયા બંધુને બંધક બનાવી લૂંટ કરી ફરાર થઇ ગયેલ ત્યાર બાદ લોઢીયા બંધુએ મેંદરડા પોલીસને જાણ કરતા પીએસઆઇ વાય.પી.હડીયા પોલીસ સ્ટાફ સાથે રાજેસર ગામે દોડી આવ્યા હતા અને ઊંચ અધિકારીને જાણ કરતા જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા પણ રાજેસર ગામે પોહચી સમગ્ર બનાવ મામલે સઘન પૂછપરછ કરીને અલગ અલગ ટિમ બનાવીને લૂંટ ચલાવી ફરાર થયેલ આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.
મેંદરડા તાલુકાના રાજેસર ગામે છરી અને રિવલ્વોર જેવા હથિયાર વડે સોની બંધુને બંધક બનાવી દિલધડક લૂંટ કરનાર તેના જાણીતા સોના વેપાર ધંધા સાથે સંકળાયેલ દિપક જોગિયા અને તેની સાથે આવેલ અજાણ્યા ઈસમોને ઝડપી લેવા એસપી સહીત કાફલો ઘટના સ્થળે પોહચી જીતેન્દ્ર લોઢીયા અને તેના ભાઈ તુલશી લોઢીયાની પોલીસ ફરિયાદ લઈને લૂંટ ચલાવનાર આરોપીને ઝડપી અલગ અલગ ટિમો દ્વારા સઘન પ્રયાસો હાથ ધર્યા છે.