સ્થાનિકથી લઇ સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા નહિ મળતા અંતે સ્વીકારી શરણાગતિ
દુષ્કર્મના આરોપીએ આત્મહત્યા કરી લેતા સ્યુસાઇડ નોટ આધારે મેં મહિનામાં ગુનો નોંધાયો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અંતે છ મહિનાથી ભાગેડુ રાજદીપસિંહ જાડેજાએ ગત રાત્રે ગોંડલ તાલુકા પોલીસમાં સરન્ડર કરતા પોલીસે વિધિવત ધરપકડ કરી આજે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે ગોંડલ સ્થાનિક કોર્ટ, હાઇકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટે પણ આગોતરા અરજી ફગાવી દેતા અંતે શરણાગતિ સ્વીકારી સામેથી હાજર થયા હતા મેં મહિનામાં રાજકોટમાં નોંધાયેલા દુષ્કર્મ કેસના આરોપીએ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરી લેતા આ નોટ આધારે રીબડાના પિતા-પુત્ર સહિતના સામે મરવા મજબુર કરવા અંગે ગુનો નોંધાયો હતો.
- Advertisement -
રાજકટોના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ નોંધાયાના બે દિવસ બાદ અમિત ખૂંટે રીબડા સ્થિત પોતાની વાડીએ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને સ્યુસાઇડ નોટ આધારે મૃતકના ભાઈની ફરિયાદ પરથી રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા, પુત્ર રાજદીપસિંહ જાડેજા સહિતના સામે મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી દરમિયાન પોલીસે ઉપરોક્ત કેસમાં અગાઉ પોલીસે આ મામલે અગાઉ પૂજા રાજગોર નામની યુવતી અને એક સગીરાની ધરપકડ કરી હતી. આ કાવતરામાં મદદ કરવા બદલ બે વકીલો, સંજય પંડિત અને દિનેશ પાતરની પણ અટકાયત કરાઈ હતી આ કેસમાં અગાઉ અનિરૂધ્ધસિંહ જાડેજા ઉપરાંત જૂનાગઢના શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં છ મહિનાથી વોન્ટેડ રાજદીપસિંહ જાડેજાએ સ્થાનિક, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ આગોતરા જામીન નહિ મળતા અંતે ગઈકાલે ગોંડલ તાલુકા પોલીસમાં સરન્ડર કરતા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી સ્યુસાઇડ નોટમાં રાજદીપસિંહનું નામ હોય હનીટ્રેપમાં ફસાવવામાં તેનો શું રોલ હતો તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવશે.
શું હતી દુષ્કર્મ કેસની સમગ્ર ઘટના
રાજકોટમાં મોડલિંગનું કામ કરતી 17 વર્ષની સગીરાએ 2 મેના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રીબડાના અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે બન્ને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હતા. બંને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ તથા ઓડિયો તથા વીડિયોકોલથી વાતચીત કરતા હતા 2 મે, 2025ના રોજ સાંજના 8 વાગ્યે હું હોટલના રૂમે હતી ત્યારે આ અમિત ખુંટનો મને ઇન્સ્ટાગ્રામ પર ઓડિયો કોલ આવ્યો હતો અને મારે તેની સાથે વાત થઈ હતી. મને અમિતે વીરાણી ચોક પાસે જ્યુસ પીવા માટે બોલાવી હતી. જ્યુસ પીધા બાદ મેં તેને ઘરે મુકી જવા માટે કહ્યું હતું. જો કે અમિત મને ગોંડલ જવા બાજુના જતા રસ્તે પુલ નીચે લઈ ગયો અને ગાડી ઉભી રાખી હતી. ત્યાં કારમાં જ મારી સાથે બળજબરી કરી હતી.



