રાજસ્થાનની 19 વર્ષિય નંદિની ગુપ્તાએ મિસ ઈન્ડિયા -2025ના તાજ જીત્યો હતો. આ તાજ મળ્યા બાદ હવે તે મિસવર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલે ઈવેન્ટ શનિવારે રાત્રે મણીપુરની રાજધાની ઈન્ફાલમાં યોજાઈ હતી. અહી ગત વર્ષની વિજેતા મિસસિની શેટ્ટીએ નંદિનીને તાજપોશી કરી હતી.
આ સિવાય દિલ્હીની શ્રેયા પૂંજા પ્રથમ ઉપવિજેતા (અર્સ અપ) અને મણિપુરની ર્થોનાઓજમ સ્ટ્રેલા લુવાંગ બીજી 35 વિજેતા બની હતી.કાર્યક્રમમાં નિર્ણાયક મંડળમાં ફેમિના મિસ ઈન્ડિયા યુનિવર્સી અને પેન્ટર નેહા ધુપિયા,બોકસીંગ આઈકન લેશરાય સહિત દેવી, કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ ફિલ્મ નિદેશક અને લેખક હર્ષવર્ધન કુલકણી અને ફેશનડિઝાઈનર રોકી સ્ટાર અને જોશીપુરા સામેલ હતાં. આ કાર્યક્રમનું પ્રસારણ 14 મેએ સવારે 10 વાગ્યે ટીવી પર કરાશે.
- Advertisement -
કાર્તિક આર્યન અને અનન્યા પાંડેએ પર્ફોમન્સી રજુ કર્યુ: સમારોહમાં અભિનેતા કાંર્તિક આર્યન અને અભિનેત્રી અનન્યા પાંડેએ ભૂલ ભૂલૈયા-2 અને પતિ-પત્ની ઔર વો, ફિલ્મોના ગીતો પર પર્ફોમેન્સ રજૂ કર્યું હતું. આ સિવાય પૂર્વ વિજેતા રૂબલ શેખાવા શિનાત ચૌહાણ, મનસા વારાણસીએ પણ પર્ફોમન્સ રજુ કર્યા હતા. નંદિની મુંબઈમાં ભણી: નંદિનીએ મુંબઈમાં બિઝનેસ મેનેજમેન્ટના ભણતરની સાથે સાથે મિસ ઈન્ડિયા સ્પર્ધાની તૈયારી કરી હતી. આ પહેલા તેણે કોટાની સેન્ટ પોલ સ્કૂલ અને લાલા લજપતરાય કોલેજમાં અભ્યાસ કર્યો છે.
કોટાના કેથૂનની મહિલાઓને નવી ઓળખ આપવાની તમન્ના: નંદિની એ જણાવ્યું હતું. 10 વર્ષની વયે જ તેણે 10 વર્ષની વયે જ મિસ ઈન્ડિયા બનાવવાનું સપનું સેવ્યું હતું.જયારે મોટી થઈ ત્યારે તેને લાગ્યુ કે તેણે માત્ર તાજ નહીં એથી પણ વિશેષ મેળવવાનું છે તે કોટાના કેથુનની મહિલાઓને નવી ઓળખ આપવા માંગ છે. કોટાનું ડોરિયા કાપડ મશહુર છે અહીંની મહિલા તેને બનાવવા કામ કરે છે. તે આ મહિલાઓને નવી ઓળખ આપવા માંગે છે.નંદિનીના પિતાખેતી કરે છે.નંદિના પિતા સુમિત ગુપ્તા ખેડૂત છે તે ફોટા પાસે ભાંડાહેડા ખાતે ખેતી કરે છે.નંદિનીની માતા ગૃહિણી છે.