વિકાસ ચૌધરીએ રાજસ્થાન વિધાનસભામાં ઉઠાવ્યો ગોંડલના કેસના મુદ્દો
રાજસ્થાન વિધાનસભા રાજકુમાર જાટ શંકાસ્પદ મોતના કારણે ગુંજી ઉઠી
- Advertisement -
રાજસ્થાન વિધાનસભામાં હાલ ચર્ચિત ગોંડલના મુદ્દે મહત્વની ચર્ચા થઇ હતી. જેમાં વિકાસ ચૌધરીએ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું કહ્યું હતું. તાજેતરમાં ગોંડલમાં રાજકુમાર જાટ શંકાસ્પદ મોતનો કેસને લઇ રાજસ્થાન વિધાનસભા ગુંજી ઉઠી હતી. ગોંડલના કેસના મુદ્દાને રાજસ્થાન વિધાનસભામાં કિશનગઢના ધારાસભ્ય વિકાસ ચૌધરીએ ઉઠાવ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે 4 માર્ચના શંકાસ્પદ હાલતમાં તેનો મૃતદેહ મળ્યો હતો. પોલીસ કહે છે મૃતદેહ પર 42 નિશાન મળ્યા છે. પરંતુ 18 દિવસ બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
CBI તપાસ કરવામાં તેવી માંગ
વિકાસ ચૌધરીએ રાજસ્થાન વિધાનસભામાં ઉચ્ચસ્તરિય તપાસ કમિટિ રચવામાંની માંગ કરી હતી. સમગ્ર ઘટનાને લઇ તેઓએ કેસમાં CBI તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ ઉપરાંત આ ઘટનાને લઇ રાજસ્થાનનો મારવાડી સમાજ આક્રોશિત છે તેમ જણાવ્યું હતું.
- Advertisement -
32 વર્ષથી અહીંયા વ્યાપાર કરીએ છીએ
જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં વેપારીઓ આવ્યા હતા. વેપારીઓએ જણાવ્યું હતું કે અમે 32 વર્ષથી અહીંયા વ્યાપાર કરીએ છીએ,અમને ક્યારેય એવું નથી લાગ્યું. છતાં પણ કોઈને એવું લાગતું હોય તો તપાસ થવી જોઈએ. જયરાજસિંહ પરિવાર પર જે આક્ષેપ થઈ રહ્યા છે તે ખોટા છે ત્યારે સરકાર દ્વારા તપાસમાં જે પરિણામ આવે તે માન્ય રાખીશું.
પોલીસની પ્રાથમિક તપાસમાં શુ ખુલાસો થયો ?
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ”તરઘડીયા ગામ પાસે ઓવર બ્રિજ આવેલા છે જેની નજીકમાં આ યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો ત્યાંથી પસાર થતી 108 જોઈને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન યુવકનું મોત થઈ ગયુ હતું. ત્યારે યુવકની ઓળખ થયેલી ન હતી જેના પગલે ઓળખ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, ગોંડલ શહેરમાં એક યુવક ગુમ થયેલો છે જેના પગલે તેના સગા વ્હાલાને બોલાવીને ઓળખ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું કે, આ યુવકનું નામ રાજકુમાર જાટ છે. ત્યારબાદ તેમના બનેવી અર્જુન જાટ દ્વારા ફરિયાદ લીધેલી છે અને તપાસ પણ ચાલું છે. વધુમાં કહ્યું કે, તપાસમાં જાણવા મળ્યું હતું કે, જ્યાંથી ઈજાગ્રસ્ત યુવક મળી આવ્યો હતો તેની પાસે જ આશ્રમમાં આવેલો અને 4 વાગ્યે મોડી રાત્રે તે આશ્રમમાંથી બહાર નીકળો જણાય છે અને ત્યારબાદ અકસ્માતથી ઈજાગ્રસ્ત થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું છે’