ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.21
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (ખગજ) ના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા મુંબઈના એક જાહેર કાર્યક્રમમાં દેશના લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ગુજરાત અને દેશભરના રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણી દુભાઈ છે.
રાજ ઠાકરે જેવા નેતા, જેમનું મુંબઈમાં પણ કોઈ ખાસ સ્થાન નથી, તેમના આવા નિવેદનોથી રાષ્ટ્રપ્રેમી જનતાને કોઈ ફરક પડતો નથી. સરદાર પટેલ ભૂતકાળમાં લોહપુરુષ હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રાષ્ટ્ર માટે લોહપુરુષ જ રહેશે. રાજ ઠાકરેના આ વિવાદિત નિવેદનને દેશપ્રેમી જનતા સખત રીતે વખોડી રહી છે.
આ બનાવના પગલે, પાટીદાર યુવા સેવા સંઘ મોરબી દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઙઈં ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
- Advertisement -
પાટીદાર યુવા સેવા સંઘની માંગણીઓ
ગુજરાતમાં પ્રવેશબંધી: ગુજરાતની કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ ઠાકરે માટે ગુજરાતમાં કાયદેસર રીતે પ્રવેશબંધી કરવામાં આવે.
જાહેરમાં માફીની માંગ: રાજ ઠાકરે રાષ્ટ્રના પનોતા પુત્ર સરદાર પટેલ તેમજ મોરારજી દેસાઈની જાહેરમાં માફી માંગે.
ગંભીર કલમો હેઠળ કાર્યવાહી: જો રાજ ઠાકરે માફી નહીં માંગે, તો રાષ્ટ્રના નાયકના અપમાન બદલ તેમની સામે રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવી ગંભીર કલમો લગાવીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે.