ચોટીલા પ્રાંત અધિકારીએ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પ્રાંત અધિકારી સિવાય અન્ય કોઈ અધિકારીઓને ખનિજ ચોરી અટકાવવામાં રસ હોય નહીં તેવું હાલ નજરે પડી રહ્યું છે. ત્યારે એકાદ અઠવાડિયા પૂર્વે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાનગઢના ભાડુલા તથા જામવાડી ખાતે દરોડા બાદ શનિવારે ફરીથી મૂળી પંથકના અસુંદરાળી, ગઢડા, ખંપાળીયા, વગડીયા તથા ઉમરડા ગામે દરોડો કરી કોલસાની ગેરકાયદેસર ખાણો ઝડપી દોઢ કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો આ કાર્યવાહી પૂર્ણ કરી ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા મુળી તાલુકાના રાયસંગપર અને ભવાનીગઢ ગામે ચાલતી સફેદ માટીના ખનન પર દરોડો કર્યો હતો જે દરોડામાં એક હિટાચી મશીન અને ડમ્ફર સહિત પચાસ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા એક જ દિવસમાં કુલ બે કરોડનો મુદામાલ જપ્ત કરી કડક કાર્યવાહી કરતા ખનિજ માફિયોમાં ફફડાટ ફેલાયો છે.



