ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ શહેર અને જિલ્લામાં રવિવારથી વરસાદ શરુ થયો હતો અને આજે ચોથા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લા અડધા થી એક ઇંચ વરસાદ નોંધાયો હતો. સતત વરસાદ માહોલ વચ્ચે ગરબા આયોજકો ચિંતા વધી ગઈ છે જયારે હવે એકજ દિવસ બાકી છે ત્યારે ખેલેયાઓમાં રંગ માં ભંગ પડ્યો છે ત્રીજા દિવસે પણ ગ્રાઉન્ડ પર પાણી ભરાતા પ્રાચીન અને અર્વાચીનની અનેક ગરબા બંધ રહ્યા હતા.
જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં સતત ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન બન્યા છે. જેના લીધે ગત રોજ મેંદરડામાં વધુ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો જયારે અન્ય તાલુકમાં વરસાદી ઝાપટા સાથે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદી સિસ્ટમ ફરી શક્રિય થતા આગોતરું વાવેતર કરનાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો અને પાક ફેલ થવાની ભીતિ સેવી રહ્યા છે.