લાંબા વિરામ બાદ સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી અને ત્યાર બાદ વરસાદે વિરામ લીધો હતો ત્યારે આજે ફરી મેઘરાજાનું આગમન જિલ્લામાં જોવા મળી રહ્યું છે જેમાં જૂનાગઢ સહીત ચાર તાલુકમાં અડધો ઇંચ વરસાદ વરસી રહ્યો છે. આજ સવારથી જિલ્લમાં વરસાદી માહોલ સર્જાયો છે.અને ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.જેમાં જૂનાગઢ, વિસાવદર, મેંદરડા અને વંથલી તાલુકામાં ધીમીધારે અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
- Advertisement -
ત્યારે અન્ય તાલુકામાં પણ વરસાદી ઝાપટા સાથે વરસાદ પડી રહ્યો છે.ચોમાસાની સીઝનમાં જૂનાગઢ જિલ્લામાં ખુબ સારો વરસાદ વરસી ગયો છે અને એક વિરામ આજે ફરી વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે.જેના પગલે જ્યાં ઓછો વરસાદ થયો છે તેવા ખેડૂતો માટે સારો વરસાદ હોઈ તેમ ખેડૂતો માની રહ્યા છે.જયારે ઘેડ પંથકમાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે.અને જમીનોમાં રેચ ફૂટી ગયા છે જિલ્લાના અનેક એવા ગ્રામ્ય વિસ્તારો જોવા મળે છે કે, જમીન તરબોળ થઇ ચુકી અને ખેતી પાક માટે પુષ્કળ પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થઇ ચૂક્યું છે.આમ ક્યાંક વરસાદ આશીર્વાદ સમાન છે તો ક્યાંક નુકશાની નોતરે છે.