ઉત્તર ભારતમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે અને ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી સતત ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે પહાડોથી માંડીને મેદાનો સુધી માત્ર પાણી જ દેખાય છે
ઉત્તરાખંડમાં બુધવારે સવારથી ભારે વરસાદને કારણે બે અલગ-અલગ જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના શિમલા અને મંડી વિસ્તારોમાં વાદળ ફાટવાથી મોટી તબાહી સર્જાઈ છે. અત્યાર સુધી 10થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો લાપતા હોવાની માહિતી મળી રહી છે.
- Advertisement -
ઉત્તરાખંડમાં ટિહરીના ઘંસાલીમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. આ સિવાય કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભીમ બલી ગડેરા ખાતે વાદળ ફાટવાની ઘટના બાદ લગભગ 150 થી 200 લોકો ફસાયા છે.
વાદળ ફાટવાને કારણે એક હોટલ ધોવાઈ ગઈ હતી, જેમાં હોટલ માલિક સહિત ત્રણ લોકો લાપતા થઈ ગયા હતા. તેમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે.
કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભીમ બલિના ગડેરામાં વાદળ ફાટવાની ઘટના થયા બાદ માર્ગ પર ભારે કાટમાળ અને પથ્થરો પડ્યા છે.
- Advertisement -
આ તરફ હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રામપુર વિસ્તારના સમેજ ખાડ વિસ્તારમાં ગુરુવારે વાદળ ફાટ્યું છે. આ દુર્ઘટના બાદ 19 લોકો ગુમ થયાના અહેવાલ છે.
હિમાચલ પ્રદેશના મંડીના પધર સબ ડિવિઝનના થલતુખોડમાં વાદળ ફાટવાની ઘટના બની છે. આ ઘટનામાં 9 લોકો લાપતા હોવાનું જાણવા મળે છે.