જિલ્લામાં ખેતીની જમીન ધોવાણમાં 7000 અરજી આવી
ખેતી પાકમાં 33 ટકા જેટલું નુકસાન થતા 64 ટીમોની સરવે હાથ ધરવા કામગીરી શરૂ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ ઠેર ઠેર વ્યાપક નુકશાની જોવા મળી છે.જેમાં શહેરના રસ્તાઓ સાથે જિલ્લામાં સ્ટેટ હાઇવે અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનું ધોવાણ સાથે ખેતી પાકને નુકશાન સાથે જમીનોનું ધોવાણ થયાનું સામે આવ્યું છે.જેમાં રસ્તાઓ અને પુલ હાલતતો બિસમાર જોવા મળી રહી છે.ત્યારે 3.47 લાખમાંથી 1.96 લાખ હેકટર વિસ્તાર પૂરના લીધે અસરગ્રસ્ત થયો છે.ખેતી પાકને નુકશાન સાથે જમીનનું ધોવાણ થતા 33 ટકાથી વધુ નુકશાની જોવા મળતા 64 ટિમો દ્વારા સર્વે કામગીરી કરવામાં આવી રહી છે.અને સાત હજાર જેટલી અરજીઓ આવી છે.
- Advertisement -
જૂનાગઢ સહિત જિલ્લામાં ભારે વરસાદ પડયો હતો કેશોદ-માંગરોળ રોડ, જૂનાગઢ-પોરબંદર સ્ટેટ હાઇ-વે પર વંથલી તેમજ સરાડીયા નજીક પાણી ભરાતા આરસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. આ ઉપરાંત કેશોદ, માંગરોળ, માણાવદર, મેંદરડા, ભેસાણ વંથલી સહિતના તાલુકાનાા 75થી વધુ રસ્તાઓ પાણી ભરાવાથી બંધ થઇ ગયા હતા. ઘેડ વિસ્તારમાં તો જળબંબાકાર હાલત થતા આ રસ્તાઓ દિવસો સુધી પાણીમાં રહ્યા હતા. આ તમામ રસ્તાઓ પરથી ડામરના પોપડા નીકળી ગયા છે તેમજ અને હવે તેના પર વાહનોચાલતા મસમોટા ખાડા પડી ગયા છે.
રાજય માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 28 જેટલા રસ્તાઓ તેમજ પુલ તૂટી ગયા છે જે બદલ સરકારને અઢીથી ત્રણ કરોડનું નુકશાન થયુ છે. જયારે જિલ્લા પંચાયત હસ્તકના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ તેમજ પુલને નુકશાન થયુ છે. આમ રાજય માર્ગ અને મકાન તેમજ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન હસ્તકના પ0 જેટલા રસ્તા અને પુલ પૂરના કારણે ક્ષતિગ્રસ્ત થતા અંદાજે સાતેક કરોડનું નુકશાન થયાનો અંદાજ છે.
સરકારી સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ઘેડ વિસ્તારમાં દર વર્ષે ભારે પુર આવે છે પાણી ભરાયેલુ રહે તેના ડામર રોડ તૂટી જાય છે. આ વિસ્તારમાં કાયમી સામાધાન માટે સિમેન્ટ રોડ બનાવવામાં આવે એ જરૂરી છે. જેના માટે 80-90 કરોડ જેટલો ખર્ચ થવાનો અંદાજ છે પરંતુ ડામર રોડ બનાવવામાં દર વર્ષે કરવામાં આવતો ખર્ચ બચી જશે અને લોકોને સુવિધા ઉપલબ્ધ બનશે. આ સિમેન્ટ રોડના કામની ગુણવતા જળવાય એ જરૂીરી છે જો સિમેન્ટ રોડનું નબળુ કામ થશે તો તેમાં પણ ગાબડા પડી જશે તો તેને સિમેન્ટ રોડના ગાબડા ફરી રિપેર કરવ અઘરા થઇ જશે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરથી ઉભા પકનો સોથ વળી ગયો હતો તેમજ જમીનનું ધોવાણ થયુ હતુ અત્યાર સુધીમાં પાક નુકસાન અને જમીન ધોવાણ અંગેની સાત હજારથી વધુ અરજી આવી છે જે મુજબ જિલ્લાનો 1.96 લાખ હેકટર વિસ્તાર પૂર અને ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો છે. તંત્ર દ્વારા 64 ટીમ દ્વારા સર્વે શરૂ કર્યો છે. દસ દિવસમાં આ ટીમ દ્વારા 33 ટકાથી વધુ નુકશાન છે એવા ખેડૂતોનો સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. હજુ આ સર્વે આગમી બે 3 સપ્તાહ સુધી ચાલશે.
જૂનાગઢ જિલ્લામાં વાવણી લાયક વરસાદ બાદ કુલ 3,47,848 હેકટરમાં વાવેતર થયુ હતુ. જેમાં સૌથી વધુ 2.11 લાખ હેકટરમાં મગફળી વધુ 2.11 લાખ હેકટરમાં મગફળી, 67,601 સોયાબીન, 35,162 હેકટરમાં કપાસ તેમજ 5200 હેકટરમાં શાકભાજીનું વાવેતર થયુ હતુ. વાવણી લાયક વરસાદ બાદ ખેડૂતો ખુશ હતા પરંતુ જુલાઇ માસની શરૂઆતમાં તેમજ બીજા સપ્તાહમાં ભારે વરસાદ થયો હતો. વરસાદ અને પૂરના કારણે કેશોદ, માણાવદર, માંગરોળ તાલુકના ઘેડના ગામડાઓમાં ઉભા પાકનો સોન વળી ગયો હતો તમજ જમીનનું ધોવાણ થયુ હતુ.