મગફળી, કપાસ, તલ સહિતના પાકને નુકસાન, સરકાર દ્વારા સર્વે કરી સહાય આપવા ખેડૂતોની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
- Advertisement -
તાજેતરમાં અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું. વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. મગફળી કપાસ, તલ, અજમા, પાકને નુકસાન થયું છે. રાજુલા, જાફરાબાદ અને ધારી પંથકમાં વરસાદને કારણે ખેડૂતોને ભારે નુક્સાન થતા મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે જાફરાબાદ તાલુકાના લોર ગામે ખેડૂતોએ. મોટા પ્રમાણમાં વાવેતર કરેલા મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. તેમજ ધારી તાલુકાના રામપુર ગામે તાજેતરમાં પડેલા વરસાદને કારણે મગફળીના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે ખેતી પાકને નુક્સાની થતાં ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. આવી જ સ્થિતિ રાજુલા તાલુકાની છે. અને વરસાદને કારણે મગફળીના પાથરા પલળી જતાં ખેડૂતોના હાથમાં કંઈ આવે તેમ રહ્યું ન હતું. જેથી જગતનો તાત ચિંતિત બન્યા છે. અહીં વરસાદના કારણે ખેતરો તરબોતળ થઈ ગયા છે. ત્યારે હવે અમરેલી જિલ્લામાં તમામ સ્થળેથી ખેતી પાકને નુક્સાનીનો સર્વે કરી સહાય તાકિદે ચુકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.



