આજી 2 ડેમના 4 દરવાજાક્ષ પાણી પૂરું પાડતા જળાશયોમાં વરસાદના નવા નીર ઠલવાયા
ખાસ-ખબર સંવાદદાતા
હવામાન વિભાગની આગાહી વચ્ચે આખાય રાજ્ય સહિત રાજકોટમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે અને ઠેરઠેર વરસાદ વરસ્યો છે. ચોમાસાના આગમને રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેના કારણે આજી 2 ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. આજી-2 ડેમના 4 દરવાજા ખોલવામાં આવતા હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરને પાણી પુરું પાડતા અન્ય જળાશયો જેવા કે આજી-1, ન્યારી-1 અને ન્યારી-2માં નવું પાણી ઠલવાતા જળસંકટ હળવું બન્યું છે.
- Advertisement -
નાયબ કાર્યપાલક ઇજનેર રાજકોટ સિંચાઈ વર્તુળ તરફથી જણાવાયા મુજબ, રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેના આજી-2 ડેમના ઉપરવાસમાં પાણીની આવક વધતા ડેમના ચાર દરવાજા 1.5 ફુટે ખોલવામાં આવ્યા છે. આથી પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, ગઢકા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા તથા જૂના નારણકા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યા છે.
ગઈકાલે બપોર પછી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના એક ડઝન ડેમ સાઈટ ઉપર અડધાથી બે ઈંચ સુધીનો વરસાદ પડતા અડધો ડઝન ડેમમાં અડધાથી સવા ફુટ સુધી નવા નીરની આવક થતા ડેમ સપાટીમાં વધારો થયો છે. જેમાં રાજકોટ શહેરને પીવાનું પાણી પુરું પાડતા આજી-1માં 0.23 ફુટ નવા પાણીની આવક થઈ છે. આ સાથે ડેમની કુલ સપાટી 29 ફુટ છે. તેમજ ન્યારી-1 ડેમમાં 1.15 ફુટ નવા નીરની સપાટ આવક થઇ છે. જ્યારે ન્યારી-2માં 0.33, લાલપરીમાં 0.33 ફુટ નવું પાણી આવ્યું છે. આ ઉપરાંત મચ્છુ-2માં 0.10 ફુટ અને સુરેન્દ્રનગરના ફલકુ ડેમમાં 0.16 ફુટ નવું પાણી ફલવાયું છે. ગઈકાલે આજી-1, ન્યારી 1-2, મોતિસર, ફાળદંગ બેટી, લાલપરી, ઈશ્વરીયા, કારમાળ, કર્ણકી, મચ્છુ-1 અને ત્રિવેણી ઠાંગા ડેમ સાઈટ ઉપર અડધાથી બે ઈંચ જેટલો વરસાદ પડતા નવા પાણીની સામાન્ય આવક થઈ છે. ખોલાયા