-થાણે રાયગઢ- રત્નાગીરીમાં રેડએલર્ટ
દેશના આર્થિક પાટનગર મુંબઈમાં પણ ધમાકેદાર વરસાદ થતા અનેક પરા વિસ્તારોમાં જળબંબાકારની હાલત થઈ છે. રોડ-રેલ સેવા પ્રભાવીત થતાં જનજીવનને વ્યાપક અસર થઈ હતી. મુંબઈમાં બે દિવસથી વરસતા વરસાદનું જોર એકાએક વધી ગયુ હતું.
- Advertisement -
દરીયામાં ઉંચા મોજા ઉછળ્યા હતા. મુંબઈમાં જુલાઈનો વરસાદ રેકોર્ડ તુટયો હોય તેમ અત્યાર સુધીમાં 1500 મીમીથી વધુ પાણી વરસી ગયુ છે ભારે વરસાદને કારણે અનેક ભાગોમાં પાણી ભરાયા હતા રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા લોકલ સહીતની ટ્રેનો મોડી થઈ હતી. હવામાન વિભાગે આજ માટે પણ વરસાદી એલર્ટ જાહેર કર્યું હતું.
દહીંસર, મીરારોડ, કુર્લા, સાયન અંધેરી સહીતનાં ભાગો જળબંબાકાર બન્યા હતા માર્ગો પર પાણીની વાહન વ્યવહાર અટકાવાયો હતો બંગાળની ખાડીનાં લો-પ્રેસર તથા ટ્રફ સર્જાતા ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈ ઉપરાંત થાણેમાં પણ ભારે વરસાદથી શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. રાયગઢ-રત્નાગીરીમાં ભારે વરસાદનું રેડએલર્ટ જાહેર કરાયું છે.