પાટનગર દિલ્હી- એનસીઆર સહિત ઉતર ભારતના રાજયોમાં હવામાન પલ્ટાયુ છે. વરસાદ-આંધીનુ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અને આવતીકાલે વરસાદ સાથે આંધી ફુંકાવા તથા કયાંક કરા પડવાની શકયતા દર્શાવવામાં આવી છે.
પાટનગરમાં ફેબ્રુઆરી માસમાં છેલ્લા ચાર વર્ષની સૌથી વધુ ઠંડી રહી છે. સરેરાશ મહતમ તાપમાન 23.9 ડીગ્રી નોંધાયુ હતું જે છેલ્લા ચાર વર્ષનુ સૌથી નીચુ છે. આ અગાઉ 2019માં 22.5 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.
- Advertisement -
હવામાન વિભાગ દ્વારા ઉતરપ્રદેશ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. જયારે કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા ઉતરાખંડમાં મધ્યમથી ભારે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે.