ભગવાને લોકોની પ્રાર્થના સાંભળી: સુપ્રીમ કોર્ટ
ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને લઈને શુક્રવારે (10 નવેમ્બર) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દર વર્ષે જ્યારે અમે દરમિયાનગીરી કરીએ છીએ ત્યારે જ કાર્યવાહી કેમ કરવામાં આવે છે. દિલ્હી સરકારને ફટકાર લગાવતા કોર્ટે કહ્યું કે અમે પરિણામ જોવા માંગીએ છીએ. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે સરકારને પૂછ્યું કે તમે છેલ્લા છ વર્ષથી શું કરી રહ્યા હતા? કદાચ ભગવાને દિલ્હીના લોકોની પ્રાર્થના સાંભળી. જેના કારણે ગુરુવારે રાત્રે વરસાદ પડ્યો. દિલ્હી સરકારના વકીલે સુપ્રીમ કોર્ટમાં ઓડ-ઇવનના ફાયદા સમજાવ્યા. દિલ્હી સરકારે કહ્યું કે અમારી પાસે એક અભ્યાસ છે, જે દર્શાવે છે કે ઓડ-ઈવન પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે. કોર્ટના નિર્દેશ પર અમે તેનો અમલ કરીશું. જસ્ટિસ સંજય કૌલે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશનો આ સાથે શું સંબંધ છે? તમે કોર્ટ પર બોજો નાખવાનો પ્રયાસ કરી રહ્યા છો. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં 21 નવેમ્બરે સુનાવણી થશે. ગુરુવારે રાત્રે અને શુક્રવારની સવારની વચ્ચે દિલ્હીમાં હળવો વરસાદ થયો હતો. વરસાદને કારણે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (અચઈં) આઠ દિવસ પછી 400થી નીચે નોંધાયો હતો. અગાઉ 2 નવેમ્બરે દિલ્હીમાં અચઈં 346 હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (ઈઙઈઇ) મુજબ, શુક્રવારે (10 નવેમ્બર) સવારે 9:30 વાગ્યે, દિલ્હીના મુંડકામાં અચઈં 353, ઈંૠઈં એરપોર્ટ પર 331, ઈંઝઘ બસ સ્ટેન્ડ પર 397, જહાંગીરપુરીમાં 395 અને લોધી રોડમાં 345 નોંધાયો હતો. દિલ્હીને અડીને આવેલા નોઈડામાં અચઈં 375 રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વરસાદને કારણે ધુમ્મસ પણ દુર થઈ ગયું હતું. જો કે, ઓછા અચઈં નીચો હોવા છતાં, દિલ્હીની હવા જોખમી છે. અચઈં 301 અને 500 ની વચ્ચે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. આ તરફ દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી છે. જસ્ટિસ કૌલે કહ્યું કે કદાચ ભગવાને દિલ્હીના લોકોની પ્રાર્થના સાંભળી, પરંતુ છેલ્લા 6 વર્ષથી સરકાર શું કરી રહી હતી.