ગુજરાતમાં હવે ચોમાસું જામી ગયું છે. ત્યારે ગઈકાલે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેના કારણે ત્યાં પાણી ભરાઈ ગયું હતું. ગઈકાલે પોરબંદર જિલ્લામાં પણ સારો એવો વરસાદ પડ્યો હતો. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
- Advertisement -
16 જૂનના રોજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 9 ઈંચથી વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં અઢી ઈંચ, ભાણવડમાં બે ઈંચ, રાણાવાવમાં સવા ઈંચ, નખત્રાણા એક ઈંચ, ગારીયાધારમાં એક ઈંચ અને દ્વારકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ધરમપુરમાં 15 મીમી, લીલીયામાં 14 મીમી, કોટડા સાંગાણીમાં 13 મીમી, સુરતના માંગરોળમાં 12 મીમી, પાલીતાણા અને બાબરામાં 10-10 મીમી વરસાદ નોંધાયો છે. કપરાડામાં 9 મીમી, વાંકાનેરમાં 7 મીમી, કલ્યાણપુરમાં 5 મીમી, વલસાડ અને મોરબીમાં 4-4 મીમી, અમરેલી, કુતિયાણા અને માણાવદરમાં 3-3 મીમી વરસાદ જ્યારે જામજોધપુર, પડધરી, વિંછીયા અને કામરેજમાં 2-2 મીમી વરસાદ નોંધાયો છે.
આજે સવારે 6 થી 8માં રાજ્યના 4 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છના માંડવીમાં 15 મીમી, દ્વારકામાં 5 મીમી જ્યારે પોરબંદર અને ભાણવડમાં 1-1 મીમી વરસાદ નોંધાયો છે.