DLS મેથડથી 8 ઓવરમાં 78 રન કરવાના હતા, ભારતે 6.3 ઓવરમાં કર્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.29
ભારતે ઉકજ પદ્ધતિ હેઠળ બીજી ઝ20માં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે. આ સાથે ભારતે ત્રીજી ઝ-20 શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ત્રીજી ઝ20 મંગળવારે રમાશે.
- Advertisement -
પલ્લેકેલેમાં ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. શ્રીલંકાએ 9 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા હતા. કુસલ પરેરાએ ફિફ્ટી ફટકારી હતી. રવિ બિશ્નોઈએ 3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને 2-2 સફળતા મળી હતી. ભારતની બેટિંગ દરમિયાન વરસાદ પડ્યો હતો, જેના કારણે ટીમને 8 ઓવરમાં 78 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો હતો. ટીમે 3 વિકેટના નુકસાને 6.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
સૂર્યકુમાર યાદવે 12 બોલમાં 26 રન, હાર્દિક પંડ્યાએ 9 બોલમાં 22 રન અને યશસ્વી જયસ્વાલે 15 બોલમાં 30 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી માથીશ પથિરાના, મહિષ તિક્ષાના અને વાનિન્દુ હસરાંગાએ 1-1 વિકેટ લીધી હતી. વરસાદ બાદ રમત શરૂ થઈ ત્યારે સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલે ભારતની ઇનિંગ્સને આગળ ધપાવી હતી. સેમસન બીજી ઓવરના પહેલા જ બોલ પર આઉટ થયો હતો. તેને મહિષ તીક્ષાનાએ બોલ્ડ કર્યો હતો
વરસાદના કારણે મેચમાં લગભગ 2 કલાકનો સમય ખોરવાઈ ગયો હતો. આ કારણોસર બીજી ઇનિંગ્સમાં ઓવર ઓછી કરવામાં આવી હતી. ભારતને 20ની જગ્યાએ માત્ર 8 ઓવરની જ બેટિંગ કરવાની તક મળી હતી, જોકે ભારતે 6.3 ઓવરમાં જ લક્ષ્યાંક ચેઝ કર્યો. શ્રીલંકાએ 130 રનમાં 2 વિકેટના સ્કોર સાથે 143 રન બનાવવા માટે 6 વિકેટ ગુમાવી દીધી હતી. એટલે કે ટીમે માત્ર 13 રન બનાવીને 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન રવિ બિશ્નોઈ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી.