મધ્ય-દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદ:પાંચ દિવસ સુધી આગાહી
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ, તા.8
આજથી 6 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદની હવામાનની આગાહી છે. તો આવતી કાલે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ આવશે. આજથી આગામી 6 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. તો આગામી બે દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમન દાદરા નગર હવેલી, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂૂઆત થશે. ચોથા દિવસે ગાંધીનગર, અરવલી, મહીસાગર, અમદાવાદ સહીત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આમ, આગમી પાંચ દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે. સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે. સાથે જ આગામી પાંચ દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. આ સાથે જ આજે સવારથી જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદનુ આગમન થતા લોકોમા ખુશીનો માહોલ છે. આજે સવારથી પંચમહાલ, વલસાડ, છોટાઉદેપુરમાં વરસાદ આવતા ઠંડક અનુભવાઈ છે.
- Advertisement -
સુરત, પંચમહાલ સહિતમાં આજે મેઘરાજાની બેટિંગ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગત રોજ રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિતનાં વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ધીમી ગતિએ ચોમાસાનું આગમન થઈ રહ્યું છે. જેમાં બે તાલુકા તથા 3 જીલ્લાનાં ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરનાં ક્વાંટ તાલુકામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. પંચમહાલનાં કાલોલમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. સુરત, વલસાડ અને ગિરિ મથક સાપુતારામાં પણ વરસાદ પડ્યો હતો. સુરતનાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. ગ્રામ્ય પંથક બારડોલી, માંડવી, મહુવા, ઓલપાડ, માંગરોળ, પલસાણામાં વરસાદી માહોલ છવાયો હતો. લોકોને અસહ્ય ગરમીમાંથી આંશિંક રાહત મળી હતી. વરસાદ પડતા વાતાવરમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
8 જૂન પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી
9 જૂન ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી
10 જૂન દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી માં વરસાદની આગાહી
11 જૂન અમદાવાદ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી માં વરસાદની આગાહી
12 જૂન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે.