સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:
સૂર્ય..વૃષભ/મિથુન રાશિમાં ચંદ્ર.. વૃશ્ચિકથી કુંભ રાશિ સુધી.. બુધ..વૃષભ શુક..મેશ… મંગળ.. મીન… ગુરુ… મીન શનિ.. કુંભ. રાહુ… મેષ. કેતુ.. તુલા ગ્રહોના ઉપરોક્ત ગોચર પરિભ્રમણનો, સાપ્તાહિક રાશી ભવિષ્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગોચર ગ્રહોની વર્તમાન સ્થિતિ, ભારત અને બીજા દેશોમાં… લોકો અને રાજનેતાઓમાં… ગેરસમજ, ઉશ્કેરાટ અને રાજકીય રીતે લાંબા ગાળાના પરિવર્તનની શક્યતા સૂચવે છે.
મેષ (અ, લ, ઇ)
સપ્તાહ દરમિયાન, આપના માટે, થોભો અને રાહ જુવોની નીતિ અપનાવવી હિતાવહ રહશે. આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ મધ્યમ રહે. આપની બેદરકારી કે પછી વધુ પડતા આત્મવિશ્વાસમાં આપના સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખવી પડે. નોકરી કે ધંધાકીય દ્રષ્ટિએ સારું રહે. છતાં આપના કાર્યમાં કોઇ ને કોઇ રુકાવટ કે મુશ્કેલીનો સામનો કરવો પડે. સંયુક્ત ધંધામાં ભાગીદાર કે મિત્રવર્ગ સાથે ગેરસમજ ઉભી ન થાય તે સાવચેતી રાખવી. સોમવારે સરકારી કામ થાય. બુધવારે મિત્રો દ્વારા લાભ.
- Advertisement -
વૃષભ (બ,વ,ઉ)
આ અઠવાડિયે કૌટુંબિક દ્રષ્ટિએ આપને ચિંતા ઉચાટ રહ્યા કરે. જો કે સંયુક્ત માલ મિલ્કત, ધંધાના પ્રશ્ને આપની મુશ્કેલીમાં પરેશાનીમાં ઘટાડો થાય. શાંતિથી મૌન રહીને સમય પસાર કરી લેવો. વડિલ કે સિનિયર સિટીઝન ની તબિયત સાચવવી. યુવાનો અને મહિલાઓ માટે સમય સારો છે. લાંબા ગાળાના રોકાણ માટે ફાયદાકારક છે. કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને. દેશ પરદેશના કામમાં સાનુકુળતા જણાય. ભાઈભાંડુ માટે ખર્ચ થાય. મંગળવારે શાંતિ રહે. ગુરુવારે આર્થિક લાભ. રવિવારે આનંદ ઉત્સાહ માણી શકાય.
મિથુન (ક, છ, ઘ)
સપ્તાહ દરમ્યાન આપને કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું થાય. આકસ્મિક ખર્ચ કે પછી ખરીદીનાં લીધે નાણાભીડ જેવું રહે. જમીન કે સ્થાવર મિલકત માટે લાભદાયક પૂરવાર થાય. પરંતુ આર્થિક લેવડદેવડ માટે લોકો પર વધારે વિશ્વાસ રાખવો નહીં. હંમેશા લખાણ કરીને આગળ વધવું. સંતાનના અભ્યાસ માટે સારો સમય છે. ધાર્મિક કાર્યક્રમો માં જવાનું બને. નોકર ચાકર સાથે દલીલબાજી ન કરવી. શનિવારે લાભદાયી સમાચાર મલે. મંગળવારે શેર બજારમાં લાભ થાય. ગુરુવારે તબિયત સાચવવી.
કર્ક (ડ, હ)
નોકરીના આપના કામમાં રુકાવટ જણાય. આર્થિક મુશ્કેલીનો અનુભવ થાય. જમીન-મકાન અથવા વાહનની લે-વેચના કામમાં આપે સાવધાની રાખવી પડે. પરંતુ શાંતિ અને સંયમ રાખવાથી રાહત મળી રહે. સંતાનના એડમિશન કે વિદેશી પ્રવાસ માટે સારો સમય છે. નવા વેપાર કે નોકરી બદલવાથી લાભ જણાય છે. બેંક દ્વારા સહાયની જરૂર પડે તો કામ સહેલાઈથી પતિજાય. રવિવારે શાંતિથી દિવસ પસાર કરવો. મંગળવારે આરોગ્યની કાળજી રાખવી. ગુરુવારે જૂના મિત્ર કે સગાથી લાભ થાય.
- Advertisement -
સિંહ (મ, ટ)
આપના કામમાં સાનુકુળતા જણાય. પરંતુ, સામાજિક કે વ્યવહારિક કામઅંગે વ્યસ્તતા રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. નોકરી કરતા લોકો માટે સારો સમય છે. વડિલોની તબિયત ઉપર નીચે થાય. ગરમી અને તાપથી સંભાળવું. નાના બાળકો માટે સમય ફાળવી શકાય. નાના પ્રવાસનું આયોજન સફળ બને. શેરબજારમાં સાવચેતીથી કામ લેવું. મંગળવારે ખોટા ખર્ચાથી બચવું. ગુરુવારે વાહનોની ગતિ ધીમી રાખવી. શુક્રવારે બહાર જમવાનું ટાળવું.
કન્યા (પ, ઠ, ણ)
નોકરી ધંધાના કાર્યમાં વ્યસ્ત રહેવાની સાથે જાહેરક્ષેત્રના કામ અંગે, કે પછી સંસ્થાકીય કામ અંગે દોડધામ રહે. પરંતુ કામ ઉકેલાતા રાહત જણાય. આર્થિક રીતે શાંતિ છે. ખોટા ખર્ચા અને ખરદી કરવામાં ધ્યાન રાખવું. મકાન, ફ્લેટ કે દુકાન જેવી સ્થાવર મિલકતમાં રોકાણ લાભદાયી સાબિત થાય. નોકરી કરતા લોકો માટે, અધિકારી દ્વારા વખાણ થાય. કોઈને માટે જામીન અરજી પર સહી કરતાં વિચારવું. બુધવારે લાભદાયી સમાચાર મલે. શનિવારે હનુમાનજીના મંદિરે દર્શન કરવાથી શાંતિ જણાય.
તુલા (ર, ત)
નોકરી માટે આપના કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. કોર્ટ-કચેરીના કામમાં ઉશ્કેરાટમાં આવી જવું નહી. નહીં તો કામમાં સમય લાગે અને ખર્ચમાં વધારો થાય. આપના કાર્યમાં સંતાનનો સાથ સહકાર મળી રહેતા આનંદ રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ-ફાયદો રહે. નોકરી કરતા લોકો માટે સારો સમય છે. શેરબજારમાં તેજીનો લાભ લઈ લેવો. બહાર જવાનું અને લાંબા પ્રવાસ સમયે તબિયત સાચવવી. સોમવારે ઉશ્કેરાઈ ન જવું. મંગળવારે આર્થિક વિકાસ માટે પ્લાન થાય. શુક્રવારે લોકસેવા ના કામ થઈ શકે છે.
વૃશ્ર્ચિક (ન, ય)
વેપાર અંગે આપને દેશ પરદેશનાં કામમાં સાનુકુળતા મળી રહે. આપના યશ પદ ધનમાં વધારો થાય તેવી કાર્ય રચના થાય. સાથે સાથે, નોકરીના કામ અંગે સતત વ્યસ્તતા જણાય. નોકરી ધંધાના કામ અંગે, બહાર કે બહારગામ જવાનું બને. જે લાભદાયી રહે. ભાઈઓ અને મિત્રો સાથે લાંબી મથામણમાં ન ઉતરવું. જમીન જાગીર કે બાપદાદાની મિલકત અંગે સમાધાન થઇ શકે જે લાંબા ગાળે ઉપયોગી સાબિત થાય. બુધવારે સંતાન માટે સારા સમાચાર. સોમવારે આર્થિક લાભ. શુક્રવારે સાચવીને વાહન ચલાવવું.
ધનુ (ભ, ધ, ઢ, ફ)
આપને રાજકીય સરકારી, કે પછી ખાતાકીય કામકાજ અંગે દોડધામ અને વ્યસ્તતા જણાય. પરંતુ કામનો ઉકેલ આવવાથી આનંદ સંતાન માટે એડમિશન માટેના આપના કામમાં રુકાવટ-મુશ્કેલી અનુભવાય. વધુ પડતી દોડધામ શ્રમ કામના તણાવના લીધે અસ્વસ્થતા -બેચેની રહેસ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે વધારે પ્રયાસ જરૂરી છે.
મકર (ખ, જ)
રાજકીય-સરકારી-ખાતાકીય કામમાં, કોર્ટ કચેરીના કામમાં કોઈને કોઈ રૂકાવટ રહ્યા કરે. આપના ધાર્યા મુજબનું કામ ન થતાં ઉદ્વેગ રહે.આપના માટે માનસિક પરિતાપ- ઉચાટનો સમય પૂરો થઈ રહ્યો છે . તમારે તમારું વ્યક્તિગત રોકાણ અને વ્યવસાયને યોગ્ય રીતે સંચાલન કરવાની જરૂર જણાય. ખર્ચાઓ અને ઓછો નફો તમને પુનર્વિચાર કરવાની ફરજ પાડશે. ચાલુ નાણાંકીય વ્યવહારો સરળ રીતે પાર પડે. સમજીને ભવિષ્ય માટે પ્લાન કરવાની યોજના બનાવી શકાય.
કુંભ (ગ, શ, સ,ષ)
વાણીની સંયમતા રાખીને શાંતિથી પોતાનું કામ કરવું. મહત્ત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી. પરદેશના કામમાં રૂકાવટ જણાય.આપના કાર્યમાં આકસ્મિક સરળતા જણાય. પુત્ર- પૌત્રાદિકના પ્રશ્નમાં આપની ચિંતા પરેશાની ઓછી થાય. ધંધામાં આવક થાય. આ સમયગાળામાં આપ આધ્યાત્મિક બાબતો તરફ પણ ઢળશો.
મીન (દ, ચ, ઝ, થ)
આપના કાર્યમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. મિત્રવર્ગ સગા સંબંધી વર્ગની ચિંતા જણાય. જમીન-મકાન-વાહનની લે-વેચમાં ઉતાવળ ન કરવી. દરમ્યાન આપ કોઈને કોઈ કારણસર નોકરીના કામમાં વ્યસ્ત રહો. આપના કાર્યને પૂર્ણ કરવા માટે દોડધામ શ્રમ જણાય. ક્ષણિક ચિંતા રહે. નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેના મિલન- મુલાકાતમાં સાનુકૂળતા રહે.
પરીક્ષા તથા સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે છે. રવિવારે આનંદ રહે. મંગળવારે નવા કામકાજો મળી રહે.