પટણા, વૈશાલી, સમસ્તીપુરમાં બંધની અસર: વિવાદ સર્જનાર નખાન-સરથ સામે પણ FIR
- વિપક્ષોએ વિદ્યાર્થીઓની ધરપકડ સામે વિરોધ કર્યો
- વિદ્યાર્થીઓએ ટ્રેન રોકો આંદોલન ચલાવ્યું અને વાહનો પણ સળગાવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
બિહારમાં રેલવેની એનટીપીસી પરીક્ષામાં ધાંધલીના વિરોધમાં શરુ થયેલા વિદ્યાર્થી દેખાવો તથા આજે બિહાર બંધના એલાન વચ્ચે પટણા-વૈશાલીમાં હજારો વિદ્યાર્થીઓ માર્ગો પર ઉતર્યા છે. આજે બંધને રાજદ સહિતના વિપક્ષોએ ટેકો આપ્યો છે. જો કે બંધની અસર પટણા સહિતના મર્યાદીત શહેરોમાં છેલ્લા એક સપ્તાહથી આ વિવાદ સળગ્યો છે.
રેલ્વેએ આ પરીક્ષામાં કુલ પદોમાં 20 લાખ ઉમેદવારને આખરી ઈન્ટરવ્યુ માટે બોલાવવાના હોય છે પણ 6-7 ગણાને બોલાવીને નિયુક્તીમાં મોટાપાયે લાગવગ-સગાવાદ ચલાવવાના પ્રયાસ થયો હોવાનો ઘટસ્ફોટ થતા જ બિહારના અનેક શહેરો પટણા, દરભંગા, વૈશાલી, સમસ્તીપુરમાં ઠેર ઠેર તોફાનો ભડકી ઉઠયા હતા આ અંગે પટણામાં કોચીંગ કલાસ ચલાવતા ખાનસર નામના એક ટીચર્સે પહેલા ગેરરીતિનો મુદો ઉઠાવ્યો હોવાનો આક્ષેપ છે.
- Advertisement -
બિહાર પોલીસે આ તોફાનો અંગે ખાનસરનું નામ એફઆઈઆરમાં દાખલ કર્યુ છે. જો કે તેઓએ પોતે કોઈ ઉશ્કેરણી કરી હોવાનો ઈન્કાર કર્યો હતો. જયારે આઠ વિદ્યાર્થીઓની પણ ધરપકડ થઈ છે.જો કે વિપક્ષોએ આ પ્રકારે વિદ્યાર્થીઓની ધરપકડ સામે વિરોધ કર્યો છે. બિહારમાં આજે અનેક સ્થળોએ ટ્રેન રોકો આંદોલન ચલાવ્યું હતું અને વિદ્યાર્થીઓએ માર્ગો પર વાહનો પણ સળગાવ્યા હતા. રેલવે હાલ આ પરીક્ષા અને અન્ય ભરતી પ્રક્રિયા પણ રોકી છે.