રાજકોટ રેલવે સ્ટેશન પર બનેલી ઘટના કોન્સ્ટેબલે દારૂની બોટલ રાખી ’ને લાંચ પણ લીધી
યુ.પી.થી રાજકોટ નમકીન ફેકટરીમાં ટ્રેનિંગ અર્થે આવતાં શ્રમિકો પાસેથી એક દારૂની બોટલ મળી આવી: કોન્સ્ટેબલે
રૂા. 20,000ની લાંચ લઈ મામલો રફેદફે કર્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
યુ.પી.થી રાજકોટ ટ્રેનમાં આવતાં શ્રમિકો પાસેથી રેલ્વે પોલીસના કોન્સ્ટેબલે દારૂની એક બોટલ નીકળતાં રૂા. 20,000નો તોડ કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો મુજબ રાજકોટમાં નમકીનની ફેકટરીમાં ટ્રેનિંગ માટે યુ.પી.થી આવતા આઠ શ્રમિકો પાસે એક દારૂની બોટલ મળી આવતાં કોન્સ્ટેબલે રૂા. 50,000ની માગણી કરી મામલો થાળે પાડવાની કોશિશ કરી અને વધુ દબાવણી કરી અંતે શ્રમિકો પાસેથી રૂા. 20,000નો તોડ કર્યો હતો. વધુમાં કોન્સ્ટેબલે એક બોટલમાં તમામ શ્રમિકોને ફીટ કરવાની ધમકી આપી હતી અને ગભરાયેલા શ્રમિકોએ માફી માગતા અંતે કોન્સ્ટેબલે કેસ રફેદફે કરવાના રૂા. 50,000ની માગણી કરી હતી પરંતુ ગરીબ શ્રમિકો પાસેથી આવડી મોટી રકમ ન હોવાથી અંતે રૂા. 20,000 આપી મામલો થાળે પાડ્યો હતો અને કોન્સ્ટેબલે દારૂની બોટલ પણ પોતાની પાસે રાખી લીધી હતી.