80 મેટ્રિક ટન કોલસાનો જથ્થા સહિત કુલ 1.31 કરોડનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાના ગેરકાયદેસર ખનનની સિઝન હવે ધીરેધીરે શરૂ થઈ રહી છે. વરસાદી સિઝન જ્યારે પૂર્ણ થવાના આરે છે ત્યારે હવે ખનિજ માફીયાઓ ફરીથી સક્રિય થયા છે અને કોલસાની ખાણોમાંથી વરસાદી પાણી ઉલેચવાની પ્રક્રિયા હાથ ધરી કોલસાના ખનનની તૈયારી શરૂ કરી છે તેવામાં મૂળી તાલુકાના ભેટ ગમે અને થાનગઢના જામવાડી ખાતે ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ તથા મુળી મામલતદાર સહિતનાઓ દ્વારા સંયુક્ત દરોડા કરી કુલ 1.31 કરોડનો મુદામાલ ઝડપી પાડ્યો હતો આ દરોડા અંગે જો વાત કરવામાં આવે તો મૂળી તાલુકાના ભેટ ગામે મામલતદાર અને તેઓની ટીમ દ્વારા શનિવારે મોડી સાંજે દરોડા કરીસરકસી સર્વે નંબર 35 વળી જમીન પર ગેરકાયદેસર સફેદ માટી અને કોલસાના ખનન પર દરોડા કરી એક હિટાચી મશીન, બે ટ્રેક્ટર, એક ડમ્ફર, બે કમ્પ્રેસર તથા 80 ટન કોલસાનો જથ્થો ઝડપી ભેટ ગામના નીલેશ પ્રભુભાઈ વીજવાડીયા વિરુધ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ તરફ થાનગઢના જામવાડી વિસ્તારમાં કોલસાની ખાણોમાંથી વરસાદી પાણી ઉલેચવાની કામગીરી ચાલુ હોય અને ટૂંક સમયમાં ગેરકાયદેસર ખનન શરૂ કરવાનું હોય જે અંગેની જાણ થયા જ પ્રાંત અધિકારી અને તેઓની ટીમ દ્વારા જામવાડી ખાતે કોલસાની ત્રણ ખાણો માંથી કોલસો કાઢવાની પ્રક્રિયા શરૂ કરતા જ દરોડો કરી ચાર ચરખી, દશ બકેટ, તથા 46 નંગ વિસ્ફોટક જથ્થો ઝડપી લઇ કોલસાનું ખનન કરનાર માફિયાની શોધખોળ આદરી કાર્યવાહી શરૂ કરી છે.
- Advertisement -
ખનિજ માફિયાઓને “સાકર” જેવો લાગતો કર્મચારી જ “વિભીષણ” હોવાની આશંકા !
થાનગઢ પંથકમાં પ્રાંત અધિકારીની એન્ટ્રી પહેલા જ ખનિજ માફીયાઓ બધું જ સંકેલી નાશી જાય છે જેથી સ્પષ્ટપણે પ્રાંત અધિકારીની ગતિવિધિ અંગેની માહિતી ખનિજ માફિયાઓને પહેલાથી જ મળી જતી હોય છે જેથી સ્પષ્ટ રીતે પ્રાંત અધિકારીની ટીમમાં કોઈ વિભીષણ ખનિજ માફીયાઓ સાથે સંકળાયેલો હોવાની આશંકા વર્તાઈ છે.