આવકવેરા, DGCI જે રીતે ઓપરેશન હાથ ધરે છે તે થીયરી પર CGSTની કાર્યવાહી
બોનાન્ઝા બ્યુટી સલૂન ગ્રાહકો પાસેથી મસમોટી રકમ વસૂલતી પણ ડ્યુટી ભરતી ન હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આવકવેરા, જીએસટી ઇન્ટેલીજન્સ જે રીતે એકસાથે અનેક ધંધાકીય સંથ્ળો પર દરોડાની કાર્યવાહી ધરે છે તે રીતે રાજકોટ સેન્ટ્રલ જીએસટીની પ્રિવેન્ટીવ વીંગ દ્વારા આજે ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત બ્યુટી સલુન પર દરોડાની કાર્યવાહી હાથ ધરી પ્રાથમિક તપાસમાં જ રૂ.43 લાખની ડ્યુટીચોરી ઝડપી લીધી છે. હજુ મોટાભાગના સલુનો પર તપાસની કાર્યવાહી ચાલી રહી હોવાથી કદાચ ડ્યુટીચોરીનો આંક વધવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં કયારેય કોઇ બ્યુટી સલુન પર DGCI, CGST, આવકવેરા કે ઉૠૠઈં દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે રાજકોટ સેન્ટ્રલ જીએસટીના પ્રિવેન્ટીવના અધિકારીઓ છેલ્લાં કેટલાંક સમયથી બ્યુટી સલુન દ્વારા ફાઇલ કરવામાં આવતા ડેટાની ચકાસણ કરવામાં આવી રહી હતી અને તેમાં શહેરમાં સાત સ્થળો પર કાર્યરત બોનાન્ઝા બ્યુટી સલુન દ્વારા ગ્રાહકો પાસેથી હજારોની રકમની વસૂલાત કરી જીએસટીના જે રીટર્ન ફાઇલ કરવામાં આવતા હતા તેમાં ઓછી રકમ દર્શાવી જીએસટીની ચોરી કરવામાં આવી રહ્યાનું માલૂમ પડ્યા બાદ બોનાન્ઝાના સાતેય ધંધાકીય સ્થળો પર સેન્ટ્રલ જીએસટીના 25 થી 30 અધિકારીઓનો કાફલો મહિલા સ્ટાફ સાથે ત્રાટકયો હતો અને તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુટી સલુનની સેવાઓ પર 18 ટકા ટેકસની જોગવાઇ કરવામાં આવી છે.
આ તમામ ધંધાકીય સ્થળોએ પ્રાથમિક તપાસમાં જ રૂ.43 લાખની ચોરી ઝડપી લેવામાં આવી છે. જો કે હજુ સાહિત્યની ચકાસણી ચાલુ હોય તેથી ચોરીનો આંક વધવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. બોનાન્ઝા દ્વારા એકેડમી પણ ચલાવવામાં આવે છે તેને પણ દરોડામાં આવરી લેવામાં આવી હતી. હાલ પ્રિવેન્ટીવના સ્ટાફ દ્વારા અનટચ કોમોડિટીના ડેટા ચકાસવામાં આવી રહ્યા છે અને મોટાભાગ જે કોમોડિટી પર અત્યાર સુધીમાં કોઇ ડીપાર્ટમેન્ટની નજરમાં આવી ન હોય અને લાખો રૂપિયાની ચોરી કરવામાં આવતી હોય તેમને આગામી દિવસોમાં ઝપટે લેવામાં આવે તેવી તૈયારી કરવામાં આવી રહી છે.