દોઢસો ફુટ રોડ પર ક્રિષ્ના એગ્રોમાં કાર્યવાહી: લેપટોપ-દસ્તાવેજો કબ્જે
ગાંધીનગરના અધિકારીઓના ધામા: કોમોડીટી ક્ષેત્રે સોંપો-ફફડાટ: કનેકશન ધરાવતા વેપારીઓએ ફોન બંધ કરી દીધા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શેરબજારની જેમ કોમોડીટી માર્કેટ કેટલાંક વખતથી આસમાની ઉંચાઈને આંબી રહ્યું છે તેવા સમયે રાજકોટનાં ટોચના કોમોડીટી બ્રોકર પર સરકારી એજન્સીએ દરોડા પાડતાં સનસનાટી મચી જવા પામી છે. કોમોડીટી બ્રોકરનો લેપટોપ સહીતનાં દસ્તાવેજો કબ્જે લેવામાં આવ્યા છે. કયા કારણોસર દરોડા પાડવામાં આવ્યા તે વિશે એજન્સી ચુપકીદી સેવી રહી છે.
માહિતગાર સુત્રોએ જણાવ્યું હતુ કે, રાજકોટમાં 150 ફૂટ રીંગરોડ પપર ટાઈમ સ્કવેરના સાતમા માળે ક્રિષ્ના એગ્રો નામે ઓફીસ ધરાવતાં ભરત દાસાણી નામનાં કોમોડીટી બ્રોકર પર દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે સાંજે કાર્યવાહી શરૂ થઈ હતી અને તેની વાત ફેલાતાની સાથે જ સમગ્ર કોમોડીટી વ્યવસાયીઓમાં ફફડાટ સર્જાયો હતો અને તેમની સાથે કનેકશન ધરાવતા બ્રોકરો-વેપારીઓએ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યા હતા.
કોમોડીટી બજારના સુત્રોએ કહ્યું કે, ક્રિષ્ના એગ્રો નામની પેઢીએ બે ભાઈઓ ચલાવે છે. ભરત દાસાણીનું નામ કોમોડીટી માર્કેટમાં મોટુ છે. તેઓના સીલ્વર હાઈટસ, ખાતેના નિવાસસ્ને કાર્યવાહી થઈ કે કેમ તે સ્પષ્ટ થયુ નથી, જો કે, તેમના ભાઈના રોયલ પાર્ક સ્થિત નિવાસસ્થાને કોઈ દરોડા કાર્યવાહી
ન હતી.
સૂત્રોના કહેવા પ્રમાણે ક્રિષ્ના એગ્રો મુખ્યત્વે ખેતપેદાશ જીરૂમાં મોટુ નામ ધરાવે છે. આ વર્ષે જીરૂમાં અભૂતપૂર્વ ઉંચાભાવ થયા હતા અને જીરૂના વેપારમાં આ પેઢીનો જ સિકકો વાગવા માંડયો હતો. જીરૂના ઉંચા ભાવ સટ્ટાખોરીને કારણે થયા હતા કે કેમ તે વિશે પણ માર્કેટમાં ચર્ચા થવા લાગી હતી.
જીરૂના ઉંચાભાવ પાછળ સટ્ટોડીયાઓનો ખેલ હોવાની ચર્ચા વચ્ચે આ દરોડા કાર્યવાહી થતા કોમોડીટી માર્કેટમાં અનેકવિધ ચર્ચા થવા લાગી છે. દરોડા કાર્યવાહી હાથ ધરનાર એજન્સી વિશે પણ માર્કેટમાં જુદા-જુદા તારણો છે. શેર-કોમોડીટી માર્કેટ નિયમનકાર સેબીનો દરોડા હોવાની ચર્ચા હતી જયારે વેપારીના એક નજીકના વર્ગના કહેવા પ્રમાણે ગાંધીનગર સ્તિ સીઆઈડીના અધિકારીઓ ત્રાટકયા હતા. મોડીરાત સુધી ચાલેલી આ દરોડા કાર્યવાહીમાં તપાસનીશ એજન્સીએ પેઢીનું લેપટોપ, હિસાબી સાહિત્ય વગેરે કબ્જે લીધુ છે.