ટ્રેક્ટર, લોડર, JCB સહિત 7.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર ખનન પ્રવૃતિ હજુય અંકુશમાં નથી આવી જ્યારે ખનિજ માફીયાઓ જાણે તંત્રને પડકાર ફેંકતા હોય તેમ તંત્ર ખનિજ ચોરી પકડે અને ખનિજ માફીયાઓ ફરથી ખનિજ ચોરી શરૂ કરે તેવો ઘાટ સર્જાયો છે. તેવામાં ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામે છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર રેતી ચોરી અને વોશ પ્લાન્ટ ચાલતો હોવાની જાણ પ્રાંત અધિકારીને થતા એચ.ટી.મકવાણા સહિતની ટીમ નાની મોરસલ ગામે પ્રાથમિક શાળાની બાજુમાં ચાલતા ગેરકાયદેસર રેતીના વોશ પ્લાન્ટ પર ત્રાટકી હતી. જેમાં ભોગવી નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરી ઊભા કરેલ વોશ પ્લાન્ટમાં રેતી વોશ કરી જુદા જુદા વાહનો મારફતે મોકલવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જ્યારે પ્રાંત અધિકારીની ટીમ દ્વારા નાની મોરસલ ગામે ગેરકાયદેસર રેતીના ખનન અને વોશ પ્લાન્ટ પર દરોડો કરી 16 ટ્રેક્ટર, 5 ડમ્ફર, 1 જેસીબી તથા 1 લોડર અને રેતીનો ગેરકાયદેસર સ્ટોક સહિત કુલ 7.10 કરોડ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી આ રેતી વિશનો પ્લાન્ટ ચલાવતા ખનિજ માફિયા ભવાનભાઈ લખુભાઈ શિયાળિયા તથા ભરતભાઈ લાંબડીયા વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
ગેરકાયદે વૉશ પ્લાન્ટ માટે વીજ પુરવઠો પણ ગેરકાયદે!
ચોટીલાના નાની મોરસલ ગામે છેલ્લા કેટલાય સમયથી ચાલતા ગેરકાયદેસર રેતીના વોશ પ્લાન્ટ અને ભોગાવો નદીમાંથી રેતીની ચોરી પર અંતે પ્રાંત અધિકારીની ટીમ દ્વારા દરોડો કર્યો હતો જે દરોડામાં રેતીના ગેરકાયદે વોશ પ્લાન્ટમાં વીજ કનેકશન પણ ગેરકાયદેસર લીધું હોવાનું સામે આવ્યું હતું.
વર્ષોથી ચાલતા ગેરકાયદે વૉશ પ્લાન્ટનો જાણ હવે થઈ ?
- Advertisement -
ચોટીલાના નાની મોરસલ ગામે વર્ષોથી ગેરકાયદેસર વોશ પ્લાન્ટ ચાલતો હતો જેની જાણ તંત્રના અનેક કર્મચારીઓને હતી પરંતુ પ્રાંત અધિકારીને આ ગેરકાયદે ધંધાની જાણ મોડી થઈ ! પરંતુ કહેવત છે “દેર આયે દુરસ્ત આયે” તે પ્રકારે ભલે મોડી થઈ પણ કાર્યવાહી તો થઈ ! તેવો ઘાટ સર્જાયો છે



