કોલસાની ખાણ પરથી ટ્રેકટર સહિત 22 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રી સાથે જ શરૂ થયેલ કોલસાની સિઝન પર હવે તંત્ર કાર્યવાહી કરવા સજાગ બન્યું છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા સાયલા તાલુકાના ચોરવીરા ગામે કોલસાની ગેરકાયદેસર ખાણો ચાલતી હોવાની માહિતીને આધારે ખાણ ખનીજ વિભાગના ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી જગદીશભાઈ વાઢેર સહિતની ટીમ દ્વારા ચોરવીરા ગામે દરોડો કરી ગેરકાયદેસર કોલસાના ચાર કુવા પરથી કોલસાનું ખનન કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ચાર ટ્રેક્ટર, કુવા પર બે ચરખી અન્ય મશીનરી સહિત કુલ 22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી આ તરફ કોલસાના સીઝનની શરૂઆતથી જ ખાણ ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવતા હવે ખનીજ માફિયામાં ફફડાટ વ્યાપી ગયો છે.