રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પ્રશ્ર્ન તે છે કે ભારતમાં શિખોને પાઘડી પહેરવાનો કે કડું પહેરવાનો કે ગુરૂદ્વારામાં રહેવાનો અધિકાર રહેશે કે કેમ?
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન
અમેરિકાની યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ શિખો અંગે કરેલાં વિવાદાસ્પદ વિધાનોને ન ધારેલા સ્થાનેથી, સમર્થન મળ્યું છે. ભારતમાં પ્રતિબંધિત તેવાં શિખ્સ ફોર જસ્ટિસ (એસએફજે)ના નેતા ગુરપતવંત સિંઘ પન્નુને રાહુલનાં તે વિધાનોને સમર્થન આપ્યું છે. આથી ભારતીય જનતા પક્ષ ધૂંધવાઈ ઉઠયો છે. સોમવારે વર્જિનિયાનાં હેર્ડાનમાં આપેલી એક મુલાકાતમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પ્રશ્ર્ન તે છે કે ભારતમાં સિખોને પાઘડી પહેરવાનો કે કડું પહેરવાનો કે ગુરૂદ્વારામાં રહેવાનો અધિકાર રહેશે કે કેમ ?રાહુલનાં આ વિધાનોથી ભાજપ ધૂંધવાઈ ઊઠયું છે, અને અતિ સંવેદનશીલ પ્રશ્ર્નનું પણ રાજકીય કારણ કરવાનો તેમની ઉપર આક્ષેપ મુક્યો છે, તો બીજી તરફ પ્રતિબંધિત તેવાં શિખ્સ ફોર જસ્ટિસ (એસએફજે)ના વડા ગુરૂપતવંતસિંઘ પન્નુને કહ્યું હતું કે રાહુલ ગાંધીનાં આ વિધાનો હિંમતભર્યા, નવી ક્ષિતિજો ઉઘાડનારાં છે અને તે સ્વતંત્ર ખાલિસ્તાન રાષ્ટ્રની સ્થાપનાને ન્યાયયુક્ત ઠરાવે છે.
- Advertisement -
વોશિંગ્ટન ડી.સી.માં એક સભાને રાહુલે સંબોધન કર્યું હતું ત્યારે તેઓએ કહ્યું હતું કે ભારતમાં સંઘર્ષ તો તે વિષે ચાલી રહ્યો છે કે ’ભારતમાં શિખોને પાઘડી પહેરવાનો કે કડું રાખવાનો કે ગુરૂદ્વારામાં જવાનો અધિકાર રહેશ કે કેમ ?’ આ સભામાં મોટા ભાગે શિખો જ ઉપસ્થિત હતા.