ટૂંક સમયમાં રાહુલ ‘ભારત ડોઝો યાત્રા’શરૂ કરશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગુરૂવારે દેશવાસીઓને રમત દિવસની શુભકામના આપી હતી તેમનો પોતાની ભારત જોડો યાત્રાનો એક વિડીયો પણ શેર કર્યો છે. આ વિડીયોમાં રાહુલ બાળકો સાથે જિઉ-જિત્સુ માર્શલ આર્ટ કરતાં નજરે પડી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે હવે તેઓ ‘ભારત ડોઝો યાત્રા’શરૂ કરનાર છે.
રાહુલે સોશ્યલ મિડિયા એકસ પર કહ્યું હતું- ભારત જોડો યાત્રા દરમ્યાન અમે હજારો કિલોમીટરની યાત્રા કરી હતી. એ સમયે વિશ્રામ સ્થળ પર અમારૂ રૂટીન હતું.દરરોજ સાંજે જિઉ-જિત્સુની પ્રેકટીસ કરવી.
- Advertisement -
જે બાબત ફીટ રહેવાનો એક સિમ્પલ રીતની સાથે શરૂ થઈ અને ઝડપથી એક કોમ્યુનીટી એકિટવીટીમાં બદલી ગઈ. રાહુલ કહ્યું કે આ માર્શલ આર્ટની અમે યુવાનોને ધ્યાન અહીંસા, આત્મ રક્ષા અને તેમની શકિત સમજવાની કોશીશ કરી. યુવાનો વચ્ચે આ કલા સરળતાથી સંવેદનાપૂર્ણ અને સુરક્ષીત સમાજનું સાધન બની શકે છે. રમતની એ સુંદરતા છે કે આપ કોઈપણ રમત રમો, તે શારીરીક અને માનસીક રીતે તાકાતવર બનાવે છે.
‘ડોઝો’એક જાપાની શબ્દ છે. જેનો અર્થ છે માર્શલ આર્ટનો તાલીમ હોલ કે સ્કુલ જાપાની ભાષામાં ‘ડોઝો’નો અર્થ જવાનો રસ્તો પણ છે.આવામાં માનવામાં આવી રહ્યું છે કે રાહુલે પોતાના વિરોધીઓને સંદેશ આપ્યા છે. રાહુલે લખ્યુ હતું કે ભારત ડોઝો યાત્રા ટુંક સમયમાં શરૂ કરાશે.