આજે બીજા દિવસે પણ રાહુલ ગાંધી EDની સામે હાજર થવાના છે. આ માટે દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. દિલ્હી ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે વિશેષ ટ્રાફિક વ્યવસ્થાને કારણે નવી દિલ્હીમાં ગોલ ડાક ખાના જંક્શન, પટેલ ચોક, વિન્ડસર પ્લેસ, તીન મૂર્તિ, પૃથ્વીરાજ રોડથી આગળ બસોના આગમન પર પ્રતિબંધ રહેશે. આ સાથે ગોલ મેથી જંક્શન, તુઘલક રોડ જંક્શન, ક્લેરિજ જંક્શન, ક્યુ પોઈન્ટ જંક્શન, સુનહરી મસ્જિદ જંક્શન, મૌલાના આઝાદ રોડ જંક્શન અને માન સિંહ રોડ જંક્શનને સવારે 7 થી 12 વાગ્યાની વચ્ચે ટાળવાની સલાહ આપવામાં આવી છે.
- Advertisement -
No one can imagine the pressure from govt on Delhi Police… we can manage with Sec 144, but you can't stop us from coming into AICC office. Situation in the country is very serious. People coming on roads on Ram Navami & Friday namaz: Rajasthan CM & Congress leader Ashok Gehlot pic.twitter.com/bmyJbNf1Yz
— ANI (@ANI) June 14, 2022
- Advertisement -
દેશની સ્થિતિ અત્યંત ગંભીર છે – અશોક ગેહલોત
રાજસ્થાનના સીએમ અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે કહ્યું કે, દિલ્હી પોલીસ પર સરકારના દબાણની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. અમે કલમ 144નો સામનો કરી શકીએ છીએ, પરંતુ તમે અમને AICC ઓફિસમાં આવતા રોકી શકતા નથી. દેશમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે.
Delhi | Congress leader Randeep Surjewala and others detained as they protest over ED probe against party leader Rahul Gandhi in the National Herald case pic.twitter.com/S8nBWXEQqh
— ANI (@ANI) June 14, 2022
વિપક્ષના અવાજને દબાવવા માટે કેન્દ્રીય એજન્સીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે – ભૂપેશ બઘેલ
કોંગ્રેસના આગેવાન-કાર્યકરોએ પદયાત્રા અટકાવી દેતાં અનેક મોટા નેતાઓ રસ્તા પર બેસી ગયા છે. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પણ રસ્તા પર બેઠા છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે પગપાળા કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમને રોકવામાં આવ્યા. તેમણે કહ્યું કે પગપાળા કૂચ કરવામાં શું વાંધો છે. તેમણે એમ પણ કહ્યું કે વિપક્ષના અવાજને દબાવવા માટે કેન્દ્રીય એજન્સીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Delhi | Congress leaders Rahul Gandhi and Priyanka Gandhi Vadra leave from their residence.
He will be appearing before ED for probe in the National Herald case. pic.twitter.com/llZvuCEMrP
— ANI (@ANI) June 14, 2022
મુખ્યમંત્રીઓને મારવામાં આવી રહ્યા છે- સુરજેવાલા
કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓએ પગપાળા ચાલીને જઈ રહ્યા છે, પોલીસ તેમને રોકી રહી છે. સાથે જ કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પોલીસે અમારી અટકાયત કરી છે. તો વળી સુરજેવાલાએ કહ્યું કે, મુખ્યમંત્રીઓને મારવામાં આવી રહ્યા છે.
Various Congress workers detained by Delhi Police as they protest over the ED probe against party leader Rahul Gandhi in the National Herald case pic.twitter.com/CX1S9i1rdh
— ANI (@ANI) June 14, 2022
ઈડી ઓફિસ પહોંચ્યા રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઈડી ઓફિસે પહોંચી ચુક્યા છે. ગત રોજ 10 કલાક સુધી ચાલેલી ઈડીની વાતચીતમાં સવાલો અને જવાબો થયા હતા. રણદીપ સુરજેવાલાની દિલ્હી પોલીસે અટકાયત કરી
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાની પોલીસે ધરપકડ કરી છે. સાથે જ કોંગ્રેસ ઓફિસની આજૂબાજૂમાં કલમ 144 લાગૂ કરી દીધી છે.
કોંગ્રેસ કાર્યકર્તાઓની દિલ્હી પોલીસે ધરપકડ કરી
નેશનલ હેરાલ્ડ કેસ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ઈડીની તપાસના વિરોધમાં એકઠા થયેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે.
We're protesting against misuse of law, if ED follows the law, we've no problem. But ED is not following the law… We're asking what's the scheduled offence? There's no answer. Which police agency has registered an FIR? No answer; no copy of FIR: Sr Congress leader P Chidambaram pic.twitter.com/bLnasLWb7m
— ANI (@ANI) June 14, 2022
ઈડી કાયદાનું પાલન નથી કરી રહી- ચિદંબરમ
કોંગ્રેસ નેતા પી. ચિદંબરમે કહ્યું કે, અમે કાયદાના દુરુપયોગનો વિરોધ કરી રહ્યા છીએ, જો ઈડી કાયદાનું પાલન કરે છે, તો અમને કોઈ સમસ્યા નથી, પણ ઈડી કાયદાનું પાલન કરી રહી નથી. અમે પૂછી રહ્યા છીએ કે, અનુસૂચિત ગુનો શું છે ? કોઈ જવાબ નથી, કોઈ પોલીસ એજન્સી ગુનો દાખલ કરતી નથી, કોઈ જવાબ આપતા નથી.