પપ્પુ બન ગયા જેન્ટલમેન ! કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પૂર્ણ
ભારત જોડો યાત્રાને કારણે બેઠકો વધી; નેતાઓએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનવા કહ્યું : ખડગે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.5
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક દિલ્હીની અશોક હોટલમાં મળી છે. બેઠકમાં સોનિયા, રાહુલ, પ્રિયંકા ગાંધી સહિત ઘણા દિગ્ગજ નેતાઓ હાજર છે. ખડગેએ કહ્યું – જ્યાં પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા પસાર થઈ, ત્યાં પાર્ટીની બેઠકો વધી છે. બેઠકમાં ચૂંટણી પરિણામો પર મંથન કરવામાં આવી રહ્યું છે. બેઠકમાં રાહુલ ગાંધીને સંસદીય દળના નેતા અને વિપક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવી શકે છે. દિલ્હીમાં ઈઠઈની બેઠક પહેલા કોંગ્રેસ સાંસદોએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાની માગણી કરી છે. કોંગ્રેસ નેતા જગદીશ શર્માએ કહ્યું, ’હું અને કોંગ્રેસના તમામ નેતાઓની માગ છે કે રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવે.
સાંજે 5.30 કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસના લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બેઠક મળશે. દિલ્હીની હોટલ અશોકામાં જે હોલમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે, ત્યાં અયોધ્યામાં રામ મંદિરની તસવીર લગાવવામાં આવી છે. સોનિયા ગાંધી બેઠક હોલમાંથી બહાર આવ્યા ત્યારે ગેટ ખોલતાની સાથે જ તસવીરની ઝલક જોવા મળી હતી. અમે જનમતને વિનમ્રતાથી સ્વીકારીએ છીએ. દેશની જનતાના એક મોટા વર્ગે અમારા પર વિશ્વાસ કર્યો છે. અમે તેમનો વિશ્વાસ જાળવી રાખવા માટે તમામ શક્ય પ્રયાસો કરીશું. આપણે શિસ્તબદ્ધ રહેવું પડશે. આપણે એકજૂટ રહેવાનું છે. અમે સત્તામાં હોઈએ કે ન હોઈએ અમારું કામ સતત ચાલુ રહેશે. આપણે 24 કલાક, 365 દિવસ લોકોની વચ્ચે રહીને જનતાના પ્રશ્નો ઉઠાવવાના છે. મહત્વના રાજ્યોની ચૂંટણીઓ થોડા મહિનામાં યોજાવાની છે, આપણે દરેક કિંમતે વિરોધ પક્ષોને હરાવીને અમારી સરકાર બનાવવાની છે. લોકો પરિવર્તન ઈચ્છે છે, આપણે તેમની તાકાત બનવું પડશે.
- Advertisement -
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સોનિયા ગાંધી, ખડગે, રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓ હાજર રહ્યા હતાં.
ખડગેએ સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકાનો આભાર માન્યો
ખડગેએ કહ્યું – હું સોનિયા ગાંધીનો પણ આભાર માનું છું, જેમણે ચૂંટણીની તૈયારીઓ, ગઠબંધનની બેઠકોમાં સક્રિયપણે ભાગ લીધો અને તેમના લાંબા અનુભવના આધારે અમને બધાને માર્ગદર્શન આપ્યું. હું રાહુલ ગાંધીને પણ અભિનંદન આપવા માંગુ છું, જેમણે બંધારણ, આર્થિક અસમાનતા, બેરોજગારી અને સામાજિક ન્યાય અને સમરસતા જેવા મુદ્દાઓને લોકોનો મુદ્દો બનાવ્યો છે. આ 4,000 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રા અને ત્યારબાદ બે વર્ષ પહેલા રાહુલના નેતૃત્વમાં 6,600 કિલોમીટર લાંબી ભારત જોડો ન્યાય યાત્રાનું પરિણામ છે, જેણે અમને લોકો સાથે જોડવામાં અને તેમની સમસ્યાઓ, ચિંતાઓ અને આકાંક્ષાઓને સમજવામાં મદદ કરી છે. કોંગ્રેસ પાર્ટીએ તેના આધારે ચૂંટણી પ્રચારની તૈયારી કરી હતી. હું ખાસ કરીને પ્રિયંકાને અભિનંદન આપવા માંગુ છું જેમણે અમેઠી અને રાયબરેલી તેમજ દેશના અન્ય ભાગોમાં જોરશોરથી પ્રચાર કર્યો. હું મારા તમામ વરિષ્ઠ કોંગ્રેસ સાથીદારોનો આભાર માનું છું જેમણે એક ટીમ તરીકે કામ કર્યું. તે અમારા સામૂહિક પ્રયાસોની અસર હતી કે દેશભરના અમારા કાર્યકરોમાં નવો ઉત્સાહ અને જોશથી કામ કર્યું. તેઓએ પોતપોતાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે સખત મહેનત અને દૃઢ નિશ્ચયથી આપણે મોટામાં મોટા વિરોધીઓને પણ હરાવી શકીએ છીએ. અહીં હું એ હકીકતનો પણ ખાસ ઉલ્લેખ કરવા માંગુ છું કે જ્યાં પણ ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા પસાર થઈ ત્યાં કોંગ્રેસ પાર્ટીની મત ટકાવારી અને બેઠકો વધી. અમે મણિપુરની બંને બેઠકો જીતી છે, જ્યાંથી ન્યાય યાત્રા શરૂ થઈ હતી.
અમને નાગાલેન્ડ, આસામ, મેઘાલય જેવા ઉત્તર-પૂર્વના ઘણા રાજ્યોમાં બેઠકો મળી છે. અમે મહારાષ્ટ્રમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા છીએ. દેશભરમાં લોકશાહી અને બંધારણને બચાવવા માટે કોંગ્રેસ પાર્ટીને લોકોનું પુષ્કળ સમર્થન મળ્યું. આટલું જ નહીં જઈ, જઝ, પછાત વર્ગ, લઘુમતી અને ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ પાર્ટીની બેઠકો વધી છે. અમારે શહેરી મતદારોમાં અમારો પ્રભાવ ઉભો કરવા અને આ વિસ્તારોમાં પણ પાર્ટીને મજબૂત કરવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે.