વિપક્ષના હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી
18મી લોકસભાની રચના બાદ સંસદનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. આજે સત્રનો 5મો દિવસ છે. આજથી રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા થશે. બંને ગૃહોમાં ચર્ચા માટે 21-21 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે રાહુલ ગાંધી અને વિપક્ષ દ્વારા NEET મુદ્દે થયેલા હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
આજથી સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા શરૂ થશે. આ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, NEET મુદ્દે સંસદમાં ચર્ચા કરવી જરૂરી છે. વિદ્યાર્થીઓ આ દેશનું ભવિષ્ય છે. યુવાનો સુધી સંદેશો જવો જોઈએ કે NEET મામલે સરકાર અને વિપક્ષ એક સાથે છે. સંસદની કાર્યવાહી પહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે પેપર લીક પર પહેલા ચર્ચા થવી જોઈએ. પીએમ મોદીએ ચર્ચામાં ભાગ લેવો જોઈએ.
- Advertisement -
NEET મુદ્દે હોબાળા બાદ પહેલા લોકસભા અને બાદમાં રાજ્યસભા પણ સ્થગિત
NEET મુદ્દે થયેલા હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિપક્ષ પહેલા સંસદમાં NEET પર ચર્ચાની માંગ કરી રહ્યો છે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ NEETના મુદ્દે હોબાળો થઈ રહ્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો છે. ખડગેએ કહ્યું કે NEETની ચર્ચા નિયમ 267 હેઠળ થવી જોઈએ. તેમણે કહ્યું કે, NDA સરકાર દરમિયાન 7 વર્ષમાં 70 વખત પેપર લીક થયા હતા.NEET મુદ્દે થયેલા હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા શરૂ થઈ હતી. વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ ચર્ચા શરૂ કરી હતી. વિપક્ષના સાંસદો વેલમાં આવી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.