કૉંગ્રેસે પોરબંદરની જેલ બંધ કરી, 2001માં મોદીએ શરૂ કરી: શાહ
ગૃહમંત્રી અમિત શાહે જામકંડોરણામાં સભા સંબોધી
- Advertisement -
સોમનાથ મંદિર સોનાંનું બનાવવાનું શરૂ થઈ ગયું છે; કૉંગ્રેસ પર પ્રહાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
આજરોજ 27 એપ્રિલે કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં છે. તેઓ દિવસ દરમિયાન 3 સભા માટે પ્રચાર કરવાના છે. જેમાંની સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં સભા સંબોધી હતી. મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેરસભાને સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ વડોદરા શહેરમાં રોડ શો કરશે. જેમાં તેઓ ખુલ્લા વાહનમાં લોકસંપર્ક કરશે. જામકંડોરણામાં સભાને સંબોધી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, બન્ને ચરણમાં રાહુલ બાબાના સૂપડા સાફ થઇ ગયા છે. અયોધ્યામાં રામ મંદિર મુદ્દો કોંગ્રેસ સરકાર 70-70 વર્ષ સુધી ભટકાવતી રહી, આખરે મોદી સાહેબને બીજી વખત વડાપ્રધાન બનાવવામાં આવતા તેમણે રામ મંદિર બનાવી સમગ્ર વાતાવરણ જયશ્રી રામના નામનું કરી દીધું. વધુમાં કહ્યું, સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઇ ગયું છે.
- Advertisement -
અમિત શાહે જામકંડોરણાથી સભાને સંબોધતા કહ્યું, પોરબંદરથી પહેલી સભા કરું છું, ત્યારે ગુજરાતને અપીલ કરું છું કે, ગાંધી-સરદારના ગુજરાતને મોદી સાહેબ દુનિયામાં ઓળખ આપી રહ્યા છે, તમામ 25 બેઠકમાં કમળ ખીલાવી, નક્સલવાદ અને આતંકવાદ દૂર કરવા, ગરીબી દૂર કરવા કમળનું બટન દબાવજો અને મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવજો.
હજારો વર્ષથી આપણું ભારત દુનિયામાં મહાન હતું એ સાંભળતા આવ્યા છીએ. મોદી સાહેબનો સંકલ્પ છે કે, 2047માં વિકસિત ભારત બનાવીશું. 10 વર્ષમાં મોદી સાહેબે કોંગ્રેસે કરેલો ખાડો પુરવાનું કામ કર્યું છે.
આવતા 5 વર્ષમાં ખાડો પુરવાનો પાયો નાખવામાં આવશે. 10 વર્ષ સુધી ઞઙઅમાં સોનિયા મનમોહન સરકાર હતી. ગુજરાતને અન્યાય કરવામાં કાઈ બાકી નથી રાખ્યું, નરેન્દ્રભાઈએ 10 વર્ષમાં તમામ કામ પુરા કર્યા છે. 5 લાખ 95 હજાર કરોડ રૂપિયા ગુજરાતને આપ્યા છે. કોંગ્રેસ સરકારે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબનું નામ ભુલાવી દીધું હતું. સરદારનું સ્મારક બનાવવાનું કામ મોદી સાહેબે કર્યું છે.
દરિયાકાંઠો નરેન્દ્ર ભાઈએ સુરક્ષિત કર્યો છે, કોંગ્રેસ એના રાજમાં 8 કલાકથી વધુ વીજળી નહોતી આપતી, મોદી સાહેબે જ્યોતિગ્રામ યોજના મારફત ગામડામાં 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરી. સમગ્ર સૌરાષ્ટ્રને ધમધમતું કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે. પોરબંદર વાળા મનસુખભાઈ મંત્રીને મોદી સાહેબે મોકલ્યો છે. કોરોના કાળમાં ગભરાયા વગર, ઉશ્કેરાયા વગર, શાંત મનથી વેક્સિનેશન કામ મનસુખ ભાઈએ કર્યું છે.
કોંગ્રેસની સરકારમાં 7 એઇમ્સ હતી. આજે 1 લાખ ડોક્ટરો દર વર્ષે બહાર આવે છે. આ મોદી સરકારની દેન છે. જન ઔષધિ કેન્દ્રો મનસુખભાઈએ શરૂ કર્યા છે.સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા હતી, ગાંધીનગરથી ટ્રેન મારફત પાણી આવતું, સૌરાષ્ટ્રને કોંગ્રેસ સરકારે જળ સંકટમાં ધકેલી હતી. મોદી સરકારે નર્મદા મારફત પીવાનું પાણી કચ્છ સુધી પહોચાડ્યું, કોંગ્રેસ સરકારે પોરબંદરની જેલ બંધ કરી હતી, 2001માં નરેન્દ્ર મોદીએ જેલ શરૂ કરી. કાયદો વ્યવસ્થા અહીંયાથી પોરબંદરની હદ શરૂ થાય એવી બોર્ડર હતી.
અયોધ્યામાં કોંગ્રેસ સરકાર રામ મંદિર મુદ્દો 70-70 વર્ષ સુધી ભટકાવતી રહી. આખરે મોદી સાહેબને બીજી વખત વડાપ્રધાન બનાવવામાં આવતા તેમણે રામ મંદિર બનાવી સમગ્ર વાતાવરણ જયશ્રી રામના નામનું કરી દીધું. 500 વર્ષ પછી રામલલ્લાના ગૌરવ જેવું મંદિર બનાવ્યું. સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઇ ગયું છે. જે કઠોર નિર્ણય કહેવાય. ગરીબોને અનાજ, શૌચાલય, ઘરનું ઘર, ઉજ્જવલા ગેસ, નલ થી જલ અને 5 લાખ સુધી આરોગ્ય સહાય આપવાનું કામ મોદી સરકરે કર્યું છે.