વોર્ડવાઈઝ સંયોજક, સહસંયોજક અને હોદ્દેદારોની નિમણુંક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આવતીકાલે તા. 6 સપ્ટેમ્બર શનિવારના રોજ રઘુવંશી યુવા શક્તિ સંઘના રાજકોટ જિલ્લા સંગઠનની ટીમ દ્વારા રાજકોટમાં રહેતાં રઘુવંશી સમાજના સામાજિક, ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક, ધંધાકીય જેવી અનેક બીજી બાબતોને અનુલક્ષીને જાગૃતિ લાવવાના શુભ આશયથી ‘રઘુવંશી જનક્રાંતિ સંમેલન’નું આયોજન કરવામાં આવેલ છે.
આ આયોજન રાજકોટના ડો. યાજ્ઞિક રોડ પર આવેલા જાગનાથ મહાદેવ મંદિરની પાછળની શેરીમાં સ્થિત સંગઠનના પ્રદેશ કાર્યાલયે કરવામાં આવેલ છે. શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘના સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ કે.ડી. રઘુવંશી (કાછેલા ધવલ)એ વધુ જણાવતા કહ્યું હતું કે રઘુવંશી સમાજ વેપાર-ધંધામાં દેશ વિદેશમાં ખૂબ જ વ્યાપકપણે આગળ વધી રહેલ છે ત્યારે રાજકોટ શહેરમાં રહેતા રઘુવંશી સમાજના નાના વર્ગના વેપારીઓ તથા બહારગામથી સ્થળાંતર કરી રાજકોટ શહેરમાં સ્થાયી થતાં સમાજના પરિવારોને તેના ધંધા વ્યવસાયમાં મદદરૂપ થવું જોઈએ તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. રાજકોટ શહેરમાં રઘુવંશી સમાજની વસ્તી અઢીથી ત્રણ લાખની છે, જ્યારે વોર્ડવાઈઝ જોઈએ તો વોર્ડ નંબર 1, 2, 3, 7, 9, 10માં રઘુવંશી સમાજ બહોળુ પ્રતિનિધિત્વ ધરાવે છે, પરંતુ છેલ્લી ટર્મમાં શાસક પક્ષ તેમજ અન્ય પાર્ટીઓ દ્વારા માત્ર કોર્પોરેશનની ચૂંટણીમાં ત્રણથી ચાર કોર્પોરેટર માટેની ટિકિટ આપવામાં આવેલ છે, જ્યારે રઘુવંશી સમાજનો રાજકીય ઈતિહાસ જોઈએ તો અગાઉ નવથી દસ જેટલા કોર્પોરેટરો એક ટર્મમાં ટિકિટ મળતી અને ચૂંટાઈને પણ આવતા હતા. આ સંમેલનમાં આવા કુલ આઠ જેટલા મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટે સમાવેશ કરવામાં આવ્યા છે.
- Advertisement -
આ સંમેલનને સફળ બનાવવા માટે સંગઠનના પ્રદેશ ટીમમાંથી ગુજરાત પ્રભારી કુલદીપભાઈ રઘુવંશી, ગુજરાત ઉપપ્રમુખ પાર્થભાઈ જોબનપુત્રા, કાનુની સલાહકાર જયભારતભાઈ ધામેચા, સૌરાષ્ટ્ર પ્રમુખ કિશનભાઈ ઉનડકટ, સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ પ્રતિકભાઈ રાચ્છ, જિલ્લા અને તાલુકાની ટીમમાંથી મોરબી જિલ્લા ઉપપ્રમુખ રક્ષિતભાઈ પૂજારા, કચ્છ જિલ્લા પ્રમુખ વિરેનભાઈ ઠક્કર, કચ્છ જિલ્લા ઉપપ્રમુખ ચિરાગભાઈ ઠક્કર, રાજકોટ શહેરની ટીમમાંથી વોર્ડ સંયોજકો જેમ કે મિતભાઈ અનડકટ, બિરેનભાઈ જોબનપુત્રા, રામભાઈ લાલચેતા, પાર્થભાઈ નથવાણી, મિહિરભાઈ સોમૈયા, હાર્દિકભાઈ કારિયા તેમજ વોર્ડવાઈઝ સહસંયોજક પાર્થભાઈ સોમૈયા, રાજભાઈ ગોટેચા, પ્રિન્સભાઈ તન્ના તેમજ વોર્ડવાઈઝ પમુખો અને અન્ય હોદ્દેદારો તથા સભ્યોએ જહેમત ઉઠાવી છે, તદુપરાંત આ કાર્યક્રમમાં રઘુવંશી સમાજ રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ઉપરાંત બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજના પરિવારો ઉપસ્થિત રહેવાના છે. સંમેલન અંગે વધુ માહિતી માટે આપેલ મો. નં. 8866188820 પર મેસેજ અથવા કોલ કરી શકો છો.
આ કાર્યક્રમની વિગત આપવા માટે ભૂમિતભાઈ રાજાણી, જય મૃગેશ્ર્વર, કેયુર કોટક, આનંદભાઈ તન્ના, કપિલ ચોટાઈ, વૈભવ માણેક, પ્રિન્સભાઈ કટારિયા, હર્ષ ખખ્ખર, રચિત તન્ના દેવદીપ રાચ્છ, યશ ચંદારાણા, દિપભાઈ જોબનપુત્રાએ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાત લીધી હતી.